android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiadમાં ‘સુપર બેકર્સ’ પર મનપા ત્રાટકી! 500થી વધુ પાંઉના પેકેટ જપ્ત કરી દુકાન-ગોડાઉન સીલ કરાયા

calendar_todaySeptember 8, 2026

Nadiadમાં ‘સુપર બેકર્સ’ પર મનપા ત્રાટકી! 500થી વધુ પાંઉના પેકેટ જપ્ત કરી દુકાન-ગોડાઉન સીલ કરાયા

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તહેવારોની સીઝન પૂર્વે નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાના સેનેટરી વિભાગે સંતરામ રોડ પર આવેલી પ્રખ્યાત 'સુપર બેકર્સ' પર સરપ્રાઈઝ દરોડો પાડીને નિયમોનો અનાદર કરીને વેચવામાં આવતાં 500થી વધુ પાંઉના પેકેટનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ આકરી કાર્યવાહીથી અસ્વચ્છ અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફાળો પડી ગયો છે.

સુપર બેકર્સની દુકાન અને ગોડાઉન સીલ

આ અંગે મળતી વિગતો અનુસાર, સેનેટરી ચીફ ઇન્સ્પેક્ટર મયંક દેસાઈની આગેવાની હેઠળની ટીમે સંતરામ રોડ પર સ્થિત 'સુપર બેકર્સ' ની દુકાન અને ગોડાઉન પર અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરીના પેકિંગ પર ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે અન્ય જરૂરી વૈધાનિક વિગતો (Mandatory Packaging Details) દર્શાવ્યા વગર જ પાંઉનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. નિયમોના આ ખુલ્લા ઉલ્લંઘન બદલ મનપાની ટીમે ત્વરિત ધોરણે કાર્યવાહી કરીને સુપર બેકર્સની મુખ્ય દુકાન અને ગોડાઉન બંનેને સીલ કરી દીધા હતા.

તહેવારોની સીઝનને લઈ ખાદ્યચીજોની તપાસ વધુ સઘન બનશે

તહેવારોની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને નડિયાદ મનપા તંત્ર દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સેનેટરી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મિઠાઈ, બેકરી આઈટમ્સ અને અન્ય ખાદ્યચીજોની તપાસ વધુ સઘન બનાવવામાં આવશે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કે પેકિંગના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વેપારી સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad News : અડધું ગુજરાત કોરુંધાકોર, 11 જિલ્લામાં વરસાદ ન થતાં રુ.55 હજાર કરોડના પાકને નુકસાન