android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ

calendar_todayJanuary 2, 2026

nadiad News: ઉત્તરસંડામાં દુકાનમાં ચોરી કરતા ચોર CCTVમાં કેદ

રાજ્યમાં શિયાળામાં ઠંડી વધવાની સાથે સાથે ચોરીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં તસ્કરોએ કાયદાનો ડર મૂકીને એક પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાવ્યો છે.

ઉત્તરસંડા ગામમાં આવેલી 'ગોકુલ ડેરી અને પ્રોવિઝન સ્ટોર'માં વહેલી સવારે બે અજાણ્યા શખ્સોએ ખાતર પાડી અંદાજે 30 હજારની રોકડ રકમ અને અન્ય મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, શિયાળાની કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને બે નિશાચરો વહેલી સવારે આશરે 4:00 વાગ્યે ગોકુલ ડેરી પર ત્રાટક્યા હતા. તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે દુકાનનું શટર તોડ્યું હતું અને અંદર પ્રવેશ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે શખ્સો દુકાનમાં રાખેલી રોકડ રકમ તેમજ અન્ય કિંમતી સામાનની ફંફોસણ કરી રહ્યા છે. દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિતના જણાવ્યા અનુસાર, ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા 30,000 અને અન્ય મુદ્દામાલની ચોરી થઈ છે.

પોલીસ તપાસનો ધમધમાટ

ચોરીની જાણ થતા જ દુકાનદાર હેમેન્દ્રભાઈ પંડિત તુરંત વડતાલ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો - Nadiad: ડમ્પરની ટક્કરે કિશોરનું મોત 27 દિવસ પછી ફરિયાદ થઇ