android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad News: હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપનીને GPCB એ ફટકારી ક્લોઝર નોટિસ

calendar_todayJanuary 11, 2026

Nadiad News: હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપનીને GPCB એ ફટકારી ક્લોઝર નોટિસ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી 'હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ' એકમ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ લાલ આંખ કરી છે. પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહેલા આ એકમને ગાંધીનગર GPCB દ્વારા 30 દિવસની અસરમાં ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ લેવાયા પગલાં

છેલ્લા ઘણા સમયથી ઉત્તરસંડા ગામના રહીશો હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણથી ત્રસ્ત હતા. હેક્ઝાક્લિન કંપનીમાં મેડિકલ વેસ્ટને ખુલ્લામાં સળગાવવામાં આવતો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી. આ મામલે ગ્રામજનોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી વિરોધ નોંધાવ્યો હતો.

નિયમોનું ઉલ્લંઘન અને તપાસમાં ખૂલેલી હકીકતો

ગાંધીનગર GPCB ની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં હેક્ઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટના ઇન્સિનેરેટરના સ્ટેકમાંથી સતત કાળો ધુમાડો નીકળતો હતો, અને સ્ટોરેજ એરિયા પાસે ભારે દુર્ગંધ આવતી હતી. એકમે OCEMSનો કેલિબ્રેશન રિપોર્ટ પણ જમા કરાવ્યો ન હતો. સ્થાનિક સ્તરે GPCBની રહેમ નજર હેઠળ આ યુનિટ ધમધમતું હોવાના આક્ષેપો વચ્ચે, નેગેટિવ રિપોર્ટ હોવા છતાં કંપની ચાલુ રાખવામાં આવી હતી.


https://x.com/sandeshnews/status/2010168060469227755


પર્યાવરણીય કાયદાઓની જોગવાઈઓનું ઉલ્લંઘન જણાતા ગાંધીનગર હેડ ઓફિસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 30 દિવસના અંતે આ એકમ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે પ્રદૂષણ ફેલાવતા અન્ય એકમો માટે પણ ચેતવણી સમાન છે.


આ પણ વાંચો - Nadiad: ખેડા જિલ્લામાં 24 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક