android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nadiad: ડભાણ SOG ખાતે નેશનલ બાઈક રેલીનું પુષ્પવર્ષા સાથે સ્વાગત

calendar_todayOctober 25, 2026

Nadiad: ડભાણ SOG ખાતે નેશનલ બાઈક રેલીનું પુષ્પવર્ષા સાથે સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2029 સુધીમાં ભારતમાંથી નશાને નાબુદ કરી દેવાના સંકલ્પને સાકાર કરવા માટે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નેશનલ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં સીઆરપીએફ, બીએસએફ, એનએસજી, એનઆઈએ, આઈટીબીપી, એનસીબી, વિવિધ એજન્સીઓ તથા વિવિધ રાજ્ય પોલીસ દળના જવાનોને સમાવિષ્ટ કરતાં 200 બાઈક રાઈડર્સે ભારતના લેહ લદાખથી રેલીનું પ્રસ્થાન કર્યું હતું. જે રેલી ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થઈ ખેડા જિલ્લામાં પણ આગમન થવાનું હોઈ ખેડા જિલ્લાના પોલીસ વડા વિજય પટેલ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની સુચના આપી હતી. જેને લઈને ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ ડભાણ રોડ પર આવેલ એસઓજી ખાતે રેલીનું પુષ્પવર્ષા અને પોલીસ બેંડ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ખેડા જિલ્લા પોલીસ ઉપરાંત વિદ્યાર્થીઓ, નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત સૌને નશામુક્ત ભારત અભિયાનના સંકલ્પ વિશે સમજ અને સહકાર આપવા અપિલ કરી હતી. કાર્યક્રમ બાદ ખેડા જિલ્લાના પોલીસ અધિકારીઓએ નેશનલ બાઈક રેલીને એકતાનગર કેવડીયા તરફ જવા માટે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો