android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Narmada: જિલ્લામાં ફોરલેનના નામે વર્ષો જૂના કદાવર વૃક્ષોનું નિકંદન

calendar_todayAugust 30, 2026

Narmada: જિલ્લામાં ફોરલેનના નામે વર્ષો જૂના કદાવર વૃક્ષોનું નિકંદન

નેત્રંગથી રાજપીપળા તેમજ દેડિયાપાડાથી રાજપીપળા તરફ્ના માર્ગને ફોરલેનમાં પરિવર્તિત કરવાની કામગીરી ચાલી રહી છે. માર્ગના વિસ્તરણ માટે જંગલ વિસ્તારમાં આવેલા કદાવર અને વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના પગલે પર્યાવરણપ્રેમીઓમાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વર્ષો જૂના વૃક્ષો માત્ર વૃક્ષો નથી, પરંતુ જંગલી પશુઓ, પક્ષીઓ અને અસંખ્ય જીવજંતુઓ માટે કુદરતી આશ્રયસ્થાન છે. વૃક્ષો કપાતા અનેક વન્યજીવોનો રહેઠાણ, માળો અને વિસામો છીનવાઈ રહ્યો હોવાની લાગણી પર્યાવરણપ્રેમીઓએ વ્યક્ત કરી છે. વિકાસ જરૂરી, પરંતુ પર્યાવરણની કિંમત પર નહીંપર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે રસ્તાઓનું આધુનિકીકરણ અને વિકાસ સમયની જરૂરિયાત છે. પરંતુ વિકાસની સાથે કુદરતી સંપત્તિ અને વન્યજીવોના સંરક્ષણને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પર્યાવરણ પ્રેમીઓના દાવા મુજબ રાજપીપળાથી પોઇચા વચ્ચે ફોરલેન માર્ગ બનાવતી વખતે અંદાજે 2000 જેટલા મોટા-નાના વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.

વૃક્ષો કાપવા અનિવાર્ય હોય તો શક્ય તેટલા વૃક્ષો બચાવવા, વૈકલ્પિક માર્ગ અથવા તકનીકી વિકલ્પો પર વિચાર કરવા તેમજ કપાયેલા વૃક્ષોના બદલામાં મોટા પાયે વૃક્ષારોપણ અને તેની લાંબા સમય સુધી જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો