calendar_todayFebruary 26, 2026
Narmada : ડેડિયાપાડામાં DyCM હર્ષ સંઘવીની સભા, મનસુખભાઈ તો આખી પીચે બેટિંગ કરે છે, અડધી પીચે બેટિંગ કરશે તો ગ્રાઉન્ડની બહાર બોલ જશે
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વની સભાને સંબોધિત કરતાં આદિવાસી ભાઈબહેનોનો આભાર માન્યો હતો. તેમણે લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું, તમે બધાએ આજે વટ પાડી દીધો છે
તમે ડેડિયાપાડાને સંદેશો આપી દીધો છે
હર્ષ સંઘવીએ કહ્યું કે તમે ડેડિયાપાડાને સંદેશો આપી દીધો છે અને તમે ડેડિયાપાડાને આઝાદ કરવાનો સંકલ્પ લીધો છે. તમારા સંકલ્પને પૂર્ણ કરવાનો સંકલ્પ અમે લીધો છે. તેમણે કહ્યું કે દેવમોગરાની પૂજા કરીને હું આ સંકલ્પ કરું છું
મનસુખભાઈ તો આખી પીચે બેટિંગ કરે છે
હર્ષ સંઘવીએ કહ્યું કે મનસુખભાઈ તો આખી પીચે બેટિંગ કરે છે પણ જો એ અડધી પીચે બેટિંગ કરશે તો ગ્રાઉન્ડની બહાર બોલ જશે.
સમાજના ભાગલા ના પાડો
તેમણે કહ્યું કે ચૈતરભાઈને મે કહ્યું હતું કે સમાજના ભાગલા ના પાડો.યુવાનોને ભડકાવાની રાજનીતિ મત અપાવી દેશે.