android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Narmada : રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાનોPMકિસાન ઉત્સવ ઉજવાયો

calendar_todayOctober 30, 2026

Narmada : રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાનોPMકિસાન ઉત્સવ ઉજવાયો

નર્મદા જિલ્લાના ખેડૂતોને કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી આજરોજ રાજ્યકક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને રાજપીપલા એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કક્ષાના પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 24મા હપ્તાની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજપીપલા ખાતે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને ખેડૂતમિત્રોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો હેઠળના પસંદગીના બે-બે ગામ મળી કુલ 44 ગામોમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો