calendar_todayAugust 29, 2026
Narmada: એકતાનગર ખાતે SOUની મુલાકાત વિવિધ કાર્યક્રમની સ્થળ સમીક્ષા
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ્ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)ના નિયામકબી. રાજેન્દ્રએ SOUની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે SOU, સરદારસરોવર નર્મદા ડેમ, નર્મદા ઘાટ, ડેમ વ્યૂ પોઇન્ટ, એકતા નર્સરી, એકતા પરેડ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય એકતા દિવસે યોજાય છે. જેમા તાલીમી સનદી અધિકારીઓ એટલે કે,IAS કે IPS સહિતના અધિકારીઓને પ્રધાનમંત્રી સંબોધન કરી માર્ગદર્શન આપે છે. આજે નિયામક બી. રાજેન્દ્રએ SOUની મુલાકાત દરિમયાન વર્ષ2026 દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમના સ્થળની સમીક્ષા કરી હતી. તેઓએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત આ સ્મારક અંગે માહિતી મેળવી હતી.SOUના CEO અમિત અરોરા દ્વારા બી રાજેન્દ્રને સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો