calendar_todaySeptember 22, 2026
National Film Awards: કાર્તિક આર્યન-મમૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ; અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અનાયત
72મા નેશનલ ફિલ્મ એવોર્ડનો ભવ્ય સમારોહ ગુજરાતના એકતા નગરમાં યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા કલાકારો અને ફિલ્મમેકર્સને સન્માનિત કર્યા. નેશનલ ફિલ્મ એવોર્ડના ઇતિહાસમાં પહેલીવાર આ સમારોહ દિલ્હીની બહાર ગુજરાતમાં યોજાયો હતો.
કાર્તિક આર્યન અને મમૂટી બેસ્ટ એક્ટર
'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ' માટે મમૂટી બેસ્ટ એક્ટરનો એવોર્ડ શેર કર્યો. કાર્તિક આર્યન માટે આ પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ છે. 'ચંદુ ચેમ્પિયન'માં તેણે પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી હતી.
યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ
'આર્ટિકલ 370' માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ જ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.
અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગને 2024 માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 5 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે કન્નડ સહિત અનેક ભારતીય ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.
'અમરન' માટે રાજકુમાર પેરિયાસામી બેસ્ટ ડિરેક્ટર
તમિલ ફિલ્મ 'અમરન' માટે રાજકુમાર પેરિયાસામીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. 'કલ્કિ 2898 AD'ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટનો એવોર્ડ મળ્યો.
અન્ય મહત્વના એવોર્ડ
'શ્રીકાંત'ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને 'રાયન'ને બેસ્ટ તમિલ ફિલ્મનો એવોર્ડ મળ્યો. 'ફેમિનિચી ફાતિમા' બેસ્ટ મલયાલમ ફિલ્મ રહી, જ્યારે 'મુક્કામ પોસ્ટ બોંબિલવાડી'ને બેસ્ટ મરાઠી ફિલ્મનો એવોર્ડ મળ્યો. 'પુષ્પા 2'ને બેસ્ટ સ્ક્રીનપ્લે સહિત ટેકનિકલ કેટેગરીમાં પણ સન્માન મળ્યું.
72મા નેશનલ ફિલ્મ એવોર્ડની ખાસ વાત
આ એવોર્ડ 2024માં પ્રમાણિત થયેલી ફિલ્મો અને ભારતીય સિનેમાના વિવિધ ક્ષેત્રોમાં થયેલા કામ માટે આપવામાં આવ્યા છે. એવોર્ડ સમારોહ એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં યોજાયો હતો
આ ફિલ્મોને એવોર્ડ મળ્યા:
શ્રેષ્ઠ ગઢવાલી ફિલ્મ - ધોલી
શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ
ફિલ્મ - ભંગાર (મરાઠી, અંગ્રેજી)
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - મુકકમ પોસ્ટ બોમ્બેલવાડી
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - ફેમિનીચી ફાતિમા
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - મિથ્યા
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - શ્રીકાંત
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - મારણ
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - રાયન
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - ચાલચિત્રા એકોન
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - સ્ત્રી 2 (વિજય ગાંગુલી)
શ્રેષ્ઠ ગીત - મેદાન (મનોજ મુન્તાશીર)
શ્રેષ્ઠ સંગીત - અમરન (જીવી પ્રકાશ કુમાર)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - આર્ટિકલ 370
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન - પુષ્પા 2
શ્રેષ્ઠ ઉત્પાદન ડિઝાઇન - કલ્કી 2898 એડી
બેસ્ટ એડિટિંગ - આમરણ
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન - ભૂલ ભુલૈયા 3
શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે ઓરિજિનલ - પુષ્પા 2
શ્રેષ્ઠ દિગ્દર્શન - અમરન (રાજકુમાર પેરિયાસામી)
આ પણ વાંચો : Rajasthanમાં હાઇવોલ્ટેજ ડ્રામા, બસનો કાચ તૂટ્યો, હાઇકોર્ટ પહોંચ્યો મામલો અને રાતે ખુલ્યું બેલેટ બોક્સનું રહસ્ય