android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
National Highway પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ થઈ શકે છે બંધ!

calendar_todayFebruary 20, 2026

National Highway પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ થઈ શકે છે બંધ!

નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર રોકડ (Cash) વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) સમગ્ર દેશમાં ટોલ નાકા પરથી કેશ સિસ્ટમ હટાવીને તેને પૂરેપૂરી ડિજિટલ બનાવવા પર વિચાર કરી રહી છે.

1 એપ્રિલ 2026થી નવો નિયમ લાગુ થવાની શક્યતા

PTI ના અહેવાલ મુજબ, NHAI 1 એપ્રિલ 2026 થી દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર નકદ ચુકવણી બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ સિસ્ટમને વધુ ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. આ ફેરફાર બાદ વાહનચાલકોએ માત્ર FASTag અથવા UPI દ્વારા જ પેમેન્ટ કરવાનું રહેશે.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવવા પાછળ ઘણા ફાયદાઓ રહેલા છે: વાહનોને ટોલ પર ઉભા રહેવું નહીં પડે, જેથી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં થઈ જતું હોવાથી મુસાફરી ઝડપી બનશે. વ્યવહાર સીધો ડિજિટલ હોવાથી સિસ્ટમમાં વધુ સ્પષ્ટતા રહેશે.

FASTag નો ઉપયોગ 98% એ પહોંચ્યો

NHAI ના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં 98% થી વધુ લોકો FASTag નો ઉપયોગ કરી રહ્યા છે. RFID ટેકનોલોજી પર આધારિત FASTag ને કારણે વાહનો થોભ્યા વગર ટોલ ક્રોસ કરી શકે છે. આ સફળતાને જોતા હવે બાકી રહેલા 2% કેશ ટ્રાન્ઝેક્શનને પણ ડિજિટલ ફોર્મેટમાં ફેરવવાની તૈયારી છે.

UPI થી પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ?

હાલના નિયમો મુજબ જો કોઈ વાહન પાસે FASTag ન હોય અથવા તે કામ ન કરતું હોય, તો, 1: રોકડ (Cash): નિયત ટોલ ટેક્સ કરતા બમણો (2 ગણો) ચાર્જ લેવામાં આવે છે. 2: UPI પેમેન્ટ: જો કોઈ UPI દ્વારા ચુકવણી કરે છે, તો તેની પાસેથી સામાન્ય શુલ્ક કરતા 1.25 ગણી રકમ વસૂલવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો