android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navasari : ના બોરસી માછીવાડથી દીપલા સુધી દરિયાકાંઠે મરીન કમાન્ડોનું ચેકિંગ

calendar_todayOctober 20, 2026

Navasari : ના બોરસી માછીવાડથી દીપલા સુધી દરિયાકાંઠે મરીન કમાન્ડોનું ચેકિંગ

નવસારી : ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાચક્રને વધુ મજબૂત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે તકેદારીના ભાગરૂપે અને કચ્છમાં પાકિસ્તાની બોટ પકડાયા બાદ નવસારી જિલ્લાના દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સ દ્વારા સઘન કોસ્ટલ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સો, શંકાસ્પદ બોટ, બિનવારસી ડ્રગ્સ પેકેટ્સ, ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવાના હેતુથી આ ખાસ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ ડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્કફોર્સના ડીઆઈજી એ.એમ. મુનિયા તથા પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ નવસારી મરીન સેક્ટરના અધિકારીઓ અને મરીન કમાન્ડોની અલગ-અલગ હિટ ટીમોએ નવસારી જિલ્લાના દરિયાકાંઠાનાં ગામ બોરસી માછીવાડથી લઇને દીપલા સુધીના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. મરીન પોલીસે દરિયાકાંઠે ફરતા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, માછીમારી બોટો તેમજ કાંઠા વિસ્તારની અવાવરું જગ્યાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો