android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari : ગણદેવી પંથકમાં રખડતા શ્વાનોનો આતંક માત્ર ત્રણ જ મહિનામાં 400થી વધુ કેસ

calendar_todaySeptember 18, 2026

Navsari : ગણદેવી પંથકમાં રખડતા શ્વાનોનો આતંક માત્ર ત્રણ જ મહિનામાં 400થી વધુ કેસ

ગણદેવી સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો હોવાથી લોકો મોડી રાત સુધી ગણપતિ દર્શન માટે અવરજવર કરતા હોય છે. આવી સ્થિતિમાં રાત્રિના સમયે સોસાયટીઓ તથા રહેણાંક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળાં જોવા મળતા લોકોની ચિંતા વધી છે.

ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્રના સુત્રોના જણાવ્યા મુજબ વીતેલા ત્રણ મહિનામાં શ્વાન કરડવાના કુલ 400 જેટલા કેસ નોંધાયા છે. જેમાં જૂન મહિનામાં 125, જુલાઈમાં 145 અને ઓગસ્ટમાં 130 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો ખાતે સારવાર લેતા લોકોનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો વધુ હોવાની શક્યતા છે. ગણદેવીમાં રખડતા શ્વાનોના હુમલાના અગાઉ પણ ગંભીર બનાવો બની ચૂક્યા છે. ખત્રીવાડ વિસ્તારમાં જળદેવી માતાના મંદિર નજીક પાંચ વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી ગરદન પાછળ બચકું ભર્યું હતું. અન્ય એક બનાવમાં પર્યટન સ્થળ તરીકે જાણીતા વડા તળાવની પાળ નજીક પાંચ વર્ષના બાળકને શ્વાને માથાના ભાગે બચકાં ભર્યા હતા. અચાનક રસ્તા પર શ્વાનો દોડી આવતા વાહનચાલકો ગભરાઈ જતાં અકસ્માતની સંભાવના વધી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરમાં વિવિધ સ્થળોએ ચિકન, મટન અને માછલીના વેચાણ તથા રાંધવાની દુકાનોમાંથી નીકળતો કચરો જાહેર સ્થળોએ ફેંકવામાં આવે છે. આવા ખાદ્યપદાર્થો માટે શ્વાનો એકત્રિત થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો