android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari : નેશનલ હાઈવે 48 પર બોરિયાચ ટોલનાકા પર સ્થાનિકો વાહનોને પણ ટોલ લાગુ કરાતા ભારે રોષ

calendar_todayMay 5, 2026

Navsari : નેશનલ હાઈવે 48 પર બોરિયાચ ટોલનાકા પર સ્થાનિકો વાહનોને પણ ટોલ લાગુ કરાતા ભારે રોષ

નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મુસાફરી કરતા સ્થાનિક વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર સ્થિત બોરિયાચ ટોલનાકા દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયને પગલે નવસારી (GJ 21) પાસીંગના વાહનો પાસેથી પણ હવે ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જે સ્થાનિક વાહનોને મુક્તિ મળતી હતી, તેમને હવે ફરજિયાત ટેક્સ ચૂકવવો પડતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

એક તરફના રૂ. 60, નોકરિયાત વર્ગ પાયમાલ

નવા નિયમ મુજબ, સ્થાનિક GJ 21 પાસીંગના વાહનોને પણ એક તરફના ફેરા માટે રૂ. 60 ચૂકવવા પડી રહ્યા છે. સૌથી વધુ હાલાકી નવસારીથી સુરત કે અન્ય નજીકના વિસ્તારોમાં રોજીરોટી માટે અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગને થઈ રહી છે. જે લોકો દરરોજ નોકરી અર્થે આ રસ્તેથી પસાર થાય છે, તેમને દિવસના રૂ. 120 (આવતા-જતા) માત્ર ટોલ પેટે ચૂકવવા પડી રહ્યા છે. મહિનાના ગણતરી કરીએ તો માત્ર ટોલનો ખર્ચ જ બજેટ ખોરવી નાખે તેવો છે.

પાસ અંગે કોઈ સ્પષ્ટતા નહીં

સ્થાનિક વાહનચાલકોની ફરિયાદ છે કે ટોલનાકા પર માસિક કે વાર્ષિક પાસ અંગે કોઈ સચોટ જાણકારી આપવામાં આવતી નથી. ટોલનાકા પર આડધડ વસૂલાતને કારણે વાહનચાલકો અને ટોલ કર્મીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. હાઈવે ઓથોરિટી દ્વારા સ્થાનિકોને રાહત આપવાને બદલે આર્થિક બોજ લાદવામાં આવતા હવે આ મુદ્દો આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. સ્થાનિક રહીશોની માગ છે કે 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા અને GJ 21 પાસીંગ ધરાવતા વાહનોને પૂર્વવત ટોલ મુક્તિ આપવામાં આવે.


આ પણ વાંચો---    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન