android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari : વોર્ડ નંબર 8 ના રહિશોની સમસ્યા હલ કરવામાં મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ, પાયાની સુવિધા પણ લોકોને મળતી નથી

calendar_todayFebruary 26, 2026

Navsari : વોર્ડ નંબર 8 ના રહિશોની સમસ્યા હલ કરવામાં મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ, પાયાની સુવિધા પણ લોકોને મળતી નથી

નવસારી મનપા તંત્ર ને નામોશી વેઠવી પડે તેવી સ્થિતિ સામે આવી છે.રાજ્ય સરકાર મહિલા સુરક્ષા અને સલામતી ની વાતો કરી રહી છે ત્યારે નવસારી શહેર ના એક વિસ્તાર ની મહિલાઓ ને સુરક્ષિત શૌચાલય જેવી પાયા ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું છે.

 પીવાના પાણી અને ડ્રેનેજ ની સમસ્યા

નવસારી શહેરના વોર્ડ નંબર આઠ માં આવેલ વલ્લભ મકનની ચાલ,દેવચંદ ચાલ સહિત ના વિસ્તારમાં રહેતા લોકો વર્ષોથી હાડમારી નો સામનો કરી રહ્યા છે. એક તરફ મનપા તંત્ર શહેર ના વિકાસ ની વાતો કરી રહ્યું છે.ત્યારે આ વિસ્તારમાં મનપા તંત્ર નો કેહવાત વિકાસ સાવ ખાડે ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી અને ડ્રેનેજ ની સમસ્યાનો મનપા તંત્ર ઉકેલ લાવી શક્યું નથી.જેના કારણે આ વિસ્તારના અનેક ખુલ્લામાં જાહેરમાં શૌચ ક્રિયા કરવા મજબૂર બન્યા છે.આ સ્થિતિમાં મહિલાઓની હાલત વધુ કફોડી બની છે.

રહીશો અનેકવાર મનપા તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે

નવસારી શહેર ના વોર્ડ નંબર આઠ ના રહીશો અનેકવાર મનપા તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. મનપા કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે.તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.ત્યારે મનપા તંત્ર માત્ર ટૂંક સમય સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી રહ્યું છે.

 તંત્રનો કહેવાતો વિકાસ માત્ર કાગળ ઉપર

શહેરના વોર્ડ નંબર આંઠ ના રહીશો ની સ્થિતિ જોતા નવસારી મનપા તંત્ર નો કહેવાતો વિકાસ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે..


આ પણ વાંચો----     Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો