android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari: GCAS પોર્ટલની નિષ્ફળતા સામે ABVPના ઉગ્ર દેખાવો, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી

calendar_todayApril 17, 2026

Navsari: GCAS પોર્ટલની નિષ્ફળતા સામે ABVPના ઉગ્ર દેખાવો, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી

રાજ્ય સરકારના GCAS પોર્ટલની ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજે નવસારીમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોર્ટલની વારંવારની નિષ્ફળતા અને એડમિશન પ્રક્રિયામાં થતી હાલાકીને લઈને વિદ્યાર્થી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

રસ્તો બ્લોક અને પોલીસ કાર્યવાહી

ABVPના કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગ પર બેસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તો બ્લોક કરી દીધો હતો. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો પોતાની માગ પર અડગ રહેતા અંતે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થી કાર્યકરોની ટીંગાટોળી કરી તેમને રસ્તા પરથી દૂર કર્યા હતા અને અનેક કાર્યકરોની ડિટેન કરી અટકાયત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની માગ

ABVPના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે GCAS પોર્ટલની ખામીઓ અને ટેકનિકલ નિષ્ફળતા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ પોર્ટલને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અને એડમિશન પ્રક્રિયામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં પોર્ટલની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સાણંદથી ઝડપાયો, પોલીસે આરોપીને બિહાર મોકલવાની તજવીજ કરી