android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Navsari : ગણદેવી રોડ પર ST બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ વૃક્ષ સાથે અથડાઇ,  મુસાફરોનો ચમત્કારિક બચાવ

calendar_todayJanuary 6, 2026

Navsari : ગણદેવી રોડ પર ST બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ વૃક્ષ સાથે અથડાઇ, મુસાફરોનો ચમત્કારિક બચાવ

નવસારી જિલ્લાના ગણદેવી રોડ પર રાજ્ય પરિવહન નિગમની (ST) બસને અકસ્માત નડ્યો હતો. બસ ચાલકને આગળનો રસ્તો સ્પષ્ટ ન દેખાતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બસ પહેલા રોડ પર આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી

મળતી માહિતી મુજબ, બસ પહેલા રોડ પર આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી, બાદમાં બેકાબૂ બનેલી બસ નજીક આવેલા વૃક્ષ સાથે ટકરાઈ ગઈ હતી. અકસ્માતની ગંભીરતા છતાં બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે, જે રાહતની વાત છે.

પોલીસ અને ST નિગમના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા

અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ST નિગમના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી

પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે બસને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો----   Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ