android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Neha Bora: સરકાર સામે નેહા બોરાનો હુંકાર! 'શાંતિ બાંહેધરીપત્ર પર સહી નહીં કરું, આનાથી ખોટો સંદેશ જશે'

calendar_todayOctober 24, 2026

Neha Bora: સરકાર સામે નેહા બોરાનો હુંકાર! 'શાંતિ બાંહેધરીપત્ર પર સહી નહીં કરું, આનાથી ખોટો સંદેશ જશે'

AISAનાં અધ્યક્ષ નેહા બોરાએ શનિવારે પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે તમે બધા જોઈ રહ્યા છો કે છેલ્લા કેટલાક દિવસોથી શું ચાલી રહ્યું છે અને શું થઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે તમે એ આંદોલન પણ જોયું છે, જે હાલમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને SIR પર રોક લગાવવાની માગ સાથે દેશભરમાં કરવામાં આવ્યું હતું.

નેહા બોરાએ કહ્યું કે અમારી પાસેથી લોકશાહીમાં અસંમતિ વ્યક્ત કરવાનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે. આ જ આશા સાથે અમે આ શાંતિ બાંહેધરીપત્ર પર સહી નહીં કરીએ. અમે આ મુદ્દે સતત પડકાર આપતા રહીશું, કારણ કે આ બાંહેધરીપત્ર પર સહી કરવાનો અર્થ એવો સંદેશ આપવાનો થશે કે દેશમાં કોઈ પણ લોકશાહી અને શાંતિપૂર્ણ વિરોધને રોકવા માટે આ પ્રકારનાં બાંહેધરીપત્રોનો ઉપયોગ કરી શકાય છે.

'લોકશાહીનો અર્થ શું થાય છે?'

નેહા બોરાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે લોકોને રોકવા માટે સરકારે જે પગલાં લીધાં છે, તે પણ તમે બધાએ જોયાં છે. અમે આ જ કેટલાક મુદ્દાઓ પર વાત કરીશું. તેમણે જણાવ્યું કે અમે હાઇકોર્ટમાં એટલા માટે ગયા, કારણ કે અમને જે નોટિસ મળી હતી તેને પડકારવી જરૂરી લાગી.

નેહા બોરાએ કહ્યું કે લોકશાહી એવી કોઈ બાબત નથી કે જેને સમજવી મુશ્કેલ હોય. ભારત જેવા વિશાળ દેશમાં સામાન્ય લોકો લોકશાહીનો ચોક્કસ અર્થ સમજે છે. તેમાં મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે લોકશાહીનો અર્થ અમારી દૃષ્ટિએ પહેલો છે, મતદાન કરવાનો અમારો અધિકાર અને બીજો છે, અમારા હક અને અધિકારો પર હુમલો થાય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર.

સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે આજે અમે જોઈ રહ્યા છીએ કે SIRની પ્રક્રિયા દ્વારા સામાન્ય લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે.

નેહા બોરાએ વધુમાં કહ્યું કે મતદાર યાદીમાંથી 13 કરોડ લોકોનાં નામ દૂર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારતને લોકશાહી બનાવતી સૌથી મહત્ત્વની બાબત ચૂંટણી છે, પરંતુ એ જ ચૂંટણી લોકશાહી ઢબે યોજાય નહીં તેવી સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.