android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
New Delhi: સુપ્રીમ કોર્ટમાં ECI નું સોગંદનામું; 'SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા

calendar_todayOctober 26, 2026

New Delhi: સુપ્રીમ કોર્ટમાં ECI નું સોગંદનામું; 'SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા

ભારતીય ચૂંટણી પંચ (ECI) ની કામગીરી અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ની સત્તાઓ સામે સવાલો ઉઠાવતી અરજીઓના મામલે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલા સત્તાવાર પ્રતિ-એફિડેવિટ (Counter-Affidavit) માં પંચે જણાવ્યું છે કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત જૂન 2025, ઓક્ટોબર 2025 અને મે 2026 ના તમામ મહત્વપૂર્ણ આદેશો પંચના ત્રણેય સભ્યો મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરો (ECs) દ્વારા સંપૂર્ણપણે સર્વાનુમતે લેવામાં આવ્યા હતા. આ સાથે જ પંચે સ્પષ્ટ કર્યું કે CEC ને કામ કરતા અટકાવવાની માંગ કરતી અરજી કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી, કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ CEC ને ફક્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ હોદ્દા પરથી દૂર કરી શકાય છે.

બંધારણની કલમ 324 અને કાયદાકીય સત્તાનો પુનરોચ્ચાર

રાકેશ કુમાર સિંહ ઉર્ફે રાકેશ સિંહ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં દાખલ સોગંદનામાની મુખ્ય કાયદાકીય બાબતો.  પંચે ભારતના સંવિધાનની કલમ 324 તેમજ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 21 હેઠળ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદીઓમાં વિશેષ સુધારો (SIR) કરવાની પોતાની સંપૂર્ણ સત્તાનો દાવો કર્યો છે. લોકશાહીમાં પારદર્શિતા જાળવવા માટે ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવી અને તમામ પાત્ર નાગરિકોના નામ યાદીમાં યોગ્ય રીતે સામેલ કરવા જરૂરી છે. પંચની કડક માર્ગદર્શિકા છે કે જે મતદારોના નામ અગાઉની ઊંડાણપૂર્વક સુધારેલી યાદી સાથે મેળ ખાતા નથી અથવા વિસંગતતા છે, તેમને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ સત્તાવાર નોટિસ આપીને પોતાની યોગ્યતા સાબિત કરવાની પૂરતી તક આપવામાં આવે છે.

આંતરિક ફાઇલ પ્રોસેસિંગ અને વહીવટી વિવાદો પર સ્પષ્ટતા

સોગંદનામામાં કમિશને આંતરિક કાર્યપ્રણાલી અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. ફાઇલ જ્યારે પ્રોસેસિંગમાં હોય ત્યારે CEC અથવા ચૂંટણી કમિશનરો દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ, પૂછવામાં આવતા પ્રશ્નો કે સૂચનો એ પંચના સત્તાવાર ‘નિર્ણયો’ નથી. અંતિમ નિર્ણય ત્રણેય સભ્યોની સંમતિ બાદ જ રેકોર્ડ થાય છે.28 જુલાઈના રોજ ડેપ્યુટેશન પર આવેલા અધિક સચિવ દ્વારા કાર્ય ફાળવણીનો આદેશ બહાર પડાયો હતો. બંને કમિશનરો દ્વારા કેબિનેટ સચિવને પત્ર લખાયા બાદ 30 જુલાઈના સંયુક્ત નિર્દેશથી તે આદેશનો ક્યારેય અમલ કરાયો નહોતો. SIR કામગીરીમાં સામેલ અધિકારીઓને પૂરતા સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે અને પંચની મંજૂરી વિના આવા અધિકારીઓની બદલી કરવા પર મનાઈ છે.

ફોર્મ 6, ECINet અને IIT-IISc નિષ્ણાતોની સમિતિ

 નિયમ મુજબ ફોર્મ 6 માં સુધારો કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. SIR ઘોષણાપત્ર એક અલગ દસ્તાવેજ છે. ઓનલાઇન ડિસ્પ્લેમાં રહેલી ગેરસમજ દૂર કરવા માટે 21 ઓક્ટોબરથી ઓનલાઇન અરજીને ફોર્મ 6 અને ઘોષણાપત્રમાં વિભાજિત કરી દેવામાં આવી છે.જે મતદારોના નામ યાદી સાથે મેપ નથી થયા તેમને કોઈ ઓફિસે સુનાવણી માટે જવાની જરૂર નથી. BLO પોતે તેમના ઘરે જઈને દસ્તાવેજો એકત્રિત કરશે. ECINet પર નિયમ મુજબ ચૂંટણી નોંધણી અધિકારી (ERO) ના આદેશ વિના કોઈનું નામ ઉમેરી કે કાઢી શકાતું નથી. સિસ્ટમની વિશ્વસનીયતા ચકાસવા માટે IIT અને IISc ના ઉચ્ચ નિષ્ણાતોની એક પેનલ ગઠિત કરવામાં આવી છે. ગોવામાં યાદી બહાર રહેલા 97 માંથી 88 મતદારો પહેલેથી અન્યત્ર નોંધાયેલા હતા, ૬ વિદેશમાં હતા અને 3 પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ હતા.

આ પણ વાંચો: Gandhinagar: PM મોદીના આગમન પૂર્વે ગાંધીનગરમાં ધમધમાટ! હર્ષ સંઘવીએ બોલાવી હાઈ-લેવલ બેઠક