android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
New delhi: નવા ટેક્સટાઇલ પાર્ક બનશે, MSME માટે 12,000 કરોડનું પેકેજ

calendar_todayFebruary 1, 2026

New delhi: નવા ટેક્સટાઇલ પાર્ક બનશે, MSME માટે 12,000 કરોડનું પેકેજ

નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે દેશની આર્થિક શક્તિ કેવળ મોટા ઉદ્યોગોથી નહીં, પરંતુ નાના અને ઊભરતા ઉદ્યોગોથી બને છે. તેને ધ્યાનમાં રાખીને MSME સેક્ટર માટે વિશેષ ફંડ, ઇન્સેન્ટિવ અને નવી સહાયતા યોજનાઓની જાહેરાત કરવામાં આવી.

સૌથી મોટી જા SME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ ફંડ ઊભરતા ઉદ્યોગોને નાણાં ઉપલબ્ધ કરાવશે, જેથી તે વિસ્તરણ, મશીનરી, ટેક્નોલોજી અને રોજગાર સર્જન જેવાં ક્ષેત્રોમાં આગળ વધી શકે. સરકારે કહ્યું કે ફંડ્સને એ રીતે ડિઝાઇન કરાયું છે કે નાના ઉદ્યોગોની ગતિ દેશનું ગ્રોથ એન્જિન બને. તેની સાથે જ આત્મનિર્ભર ભારત નિધિમાં વધારાના 2,000 કરોડ રૂપિયાનું ટોપ-એપ આપવાની જાહેરાત થઈ છે.

નાણામંત્રીએ ભાષણમાં કહ્યું કે MSMEને તેની પૂરી ક્ષમતા સુધી પહોંચાડવા માટે સરકાર ચાર મોટાં પગલાં ભરી રહી છે. સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમો દ્વારા MSME દ્વારા કરાયેલી બધી ખરીદીને ટ્રડર્સ પ્લેટફોર્મ પર લાવવી, જેનાથી ચુકવણી પારદર્શી અને સમયસર થઈ શકે; CGTMSE દ્વારા ક્રેડિટ ગેરંટી મિકેનિઝમને વધુ મજબૂત કરવું, જેથી નાના ઉદ્યોગ ગીરવે મૂક્યા વગર પણ લોન મેળવી શકે; MSMEની સરકારી ખરીદી સંબંધિત માહિતીને નાણા આપનાર સાથે જોડવી, જેનાથી તેમને ઓછા વ્યાજે ઝડપથી ફંડ મળી શકે; ટ્રેડ રિસીવેબલ્સને એસેટ બેઝડ સિક્યોરિટીઝમાં બદલવાનો પ્રસ્તાવ, જેનાથી નાના વેપારીઓની રોકડ સમસ્યા ઘટશે.

સરકારે એવી જાહેરાત પણ કરી કે ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોમાં મોટા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. તેનો હેતુ નાનાં શહેરોમાં રોજગાર વધારવાનો અને ભારતના ટેક્સટાઇલ ક્ષેત્રને વૈશ્વિક હરીફાઈને અનુકૂળ બનાવવાનો છે. સાથે સરકાર ICMAI, ICAI અને ICSI જેવી સંસ્થાઓની મદદથી MSME માટે સસ્તી વ્યાવસાયિક સહાયતા ઉપલબ્ધ કરાવશે, જેનાથી નાનાં સાહસો ઓછા ખર્ચે નિયમોનું પાલન કરી શકે.

આવા જ વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો