android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Nitin Nabin: શું નિતિન નવીને શ્રાવણ મહિનામાં ખાધુ નોનવેજ? કોંગ્રેસે કહ્યું- 'આખો દેશ જોઈ રહ્યો છે'

calendar_todayAugust 20, 2026

Nitin Nabin: શું નિતિન નવીને શ્રાવણ મહિનામાં ખાધુ નોનવેજ? કોંગ્રેસે કહ્યું- 'આખો દેશ જોઈ રહ્યો છે'

Nitin Nabin: ભાજપના નેતા નીતિન નવીનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓનલાઈન એવા દાવાઓ ફરતા થઈ રહ્યા છે કે આ વીડિયોમાં તેઓ પવિત્ર શ્રાવણ મહિનામાં માંસાહારી ખોરાક ખાતા દેખાય છે. ગુરુવારે, યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાયે આ દાવાને સમર્થન આપ્યું. તેમણે ટિપ્પણી કરી કે ભાજપના સભ્યો કપટી છે અને દેશને ગેરમાર્ગે દોરે છે.

મળતી માહિતી અનુસાર અજય રાયે કહ્યું, "તમે તેમને માંસાહારી ખોરાક ખાતા જોઈ શકો છો. આખો દેશ અને દુનિયા જોઈ રહી છે. શ્રાવણ મહિનામાં જ્યારે આપણે 'હર-હર મહાદેવ'નો જાપ કરીએ છીએ અને તે માંસાહારી ખોરાક ખાય છે. તેઓ મોટી મોટી વાતો કરે છે, પરંતુ તેઓ જૂઠા અને કપટી લોકો છે જે દેશને ગેરમાર્ગે દોરે છે."


સત્ય શું છે?

ખરેખરમાં આ વીડિયો આંધ્ર પ્રદેશનો છે. નીતિન નવીન વિશાખાપટ્ટનમ ગયા હતા. જ્યાં તેમણે આંધ્ર પ્રદેશના ભાજપના નેતાઓ સાથે પરંપરાગત સ્થાનિક ભોજનનો આનંદ માણ્યો હતો. આ ચોક્કસ વીડિયો ઓનલાઈન એવા ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે કે તેઓ માંસાહારી ખોરાક ખાતા હતા.

આ વીડિયો વાયરલ થયા બાદ, ભાજપે સોશિયલ મીડિયા પર ફરતી ખોટી કહાણીનો સામનો કરવા માટે પોતાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. છત્તીસગઢ ભાજપે તેના સત્તાવાર X હેન્ડલ પર આ કાર્યક્રમનો એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, તમે જેને માંસાહારી ખોરાક સમજી લીધો છે તે વાસ્તવમાં પરંપરાગત મસાલેદાર જેકફ્રૂટ કરી છે; તે ઉત્તરાંધ પ્રદેશના શુદ્ધ શાકાહારી ભોજનનો ભાગ હતો, જે કેળાના પાન પર પીરસવામાં આવે છે.


આ પણ વાંચો: Scam: ત્રણ વધુ કૌભાંડોનો પર્દાફાશ કરવાની ધમકી, સુકેશે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને લખ્યો પત્ર