android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
NSA Ajit Doval: આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે.. NSA અજીત ડોભાલે યુવાઓને કર્યુ સંબોધન

calendar_todayJanuary 10, 2026

NSA Ajit Doval: આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે.. NSA અજીત ડોભાલે યુવાઓને કર્યુ સંબોધન

આ સ્વતંત્ર ભારત હંમેશા એટલું સ્વતંત્ર નહોતું જેટલું આજે દેખાય છે. આપણા પૂર્વજોએ તેના માટે બલિદાન આપ્યા. તેઓએ ખૂબ અપમાન સહન કર્યું અને ભારે લાચારીના સમયગાળાનો અનુભવ કર્યો. ઘણા લોકો ફાંસીનો ભોગ બન્યા.

આપણા મંદિરો લૂંટાઇ ગયા અને આપણે..

આપણા ગામો બાળી નાંખવામાં આવ્યા...આપણી સભ્યતાનો નાશ થયો. આપણા મંદિરો લૂંટાઈ ગયા, અને આપણે મૂક પ્રેક્ષક બનીને લાચારીથી જોતા રહ્યા. આ ઇતિહાસ આપણને એક પડકાર આપે છે કે આજે ભારતના દરેક યુવાનની અંદર આગ હોવી જોઈએ. 'બદલો' શબ્દ આદર્શ નથી, પરંતુ બદલો પોતે જ એક શક્તિશાળી શક્તિ છે. આપણે આપણા ઇતિહાસ માટે બદલો લેવો પડશે. આપણે આ દેશને ફરી ત્યાં લઇ જવો પડશે જ્યાં આપણે આપણા અધિકારો, આપણા વિચારો અને આપણી માન્યતાઓના આધારે એક મહાન ભારતનું નિર્માણ કરી શકીએ..."

આપણે કોઇ મંદિરનો નાશ કર્યો નથી- અજીત ડોભાલ 

તેઓએ વધુમાં જણાવ્યું કે આપણી પાસે ખૂબ વિકસિત સભ્યતા હતી. આપણે કોઈના મંદિરોનો નાશ કર્યો નથી. આપણે ક્યાંય લૂંટ ચલાવવા ગયા નથી. જ્યારે બાકીનું વિશ્વ ખૂબ પછાત હતું ત્યારે આપણે કોઈ દેશ કે કોઈ વિદેશી લોકો પર હુમલો કર્યો નથી. પરંતુ આપણે આપણી સુરક્ષા અને અમાણા સામે રહેલા જોખમોને સમજવામાં નિષ્ફળ ગયા. જ્યારે આપણે તેમના પ્રત્યે ઉદાસીન રહ્યા ત્યારે ઇતિહાસે અમને એક પાઠ શીખવ્યો. શું આપણે તે પાઠ શીખ્યા? શું આપણે તે પાઠ યાદ રાખીશું? જો આવનારી પેઢીઓ તે પાઠ ભૂલી જશે, તો તે આ દેશ માટે સૌથી મોટી દુર્ઘટના હશે.

https://x.com/ANI/status/2009860383159529705

વિલ પાવર વધારો- અજિત ડોભાલ 

તમે તમારો વિલ પાવર વધારી શકો છે. એ જ વિલપાવર રાષ્ટ્રીય શક્તિ બની જાય છે. આપણે યુદ્ધો કેમ લડીએ છીએ? આપણે મનોરોગી નથી જે દુશ્મનના મૃતદેહો અને કપાયેલા અંગો જોઈને ખૂબ સંતોષ કે આનંદ મેળવે છે. એટલા માટે યુદ્ધો લડવામાં આવતા નથી. યુદ્ધો કોઈ દેશનું મનોબળ તોડવા માટે લડવામાં આવે છે જેથી તે આપણી ઇચ્છાઓ અનુસાર શરણાગતિ સ્વીકારે અને આપણી શરતો સ્વીકારે, આપણને જે જોઈએ છે તે પ્રાપ્ત કરવા દે... રાષ્ટ્રની ઇચ્છા માટે જ યુદ્ધો લડવામાં આવે છે.

https://x.com/ANI/status/2009858117895631272

આવનારી પેઢી ઇતિહાસ ભૂલી જશે તો દેશ માટે દુઃખદ- અજિત પવાર 

તેમણે વધુમાં કહ્યું કે આજે પણ બધા યુદ્ધો અને સંઘર્ષો જુઓ જે થઈ રહ્યા છે; કેટલાક દેશો પોતાની ઇચ્છા બીજા પર લાદવા માંગે છે, અને તેના માટે, તેઓ બળનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે એટલા શક્તિશાળી છો કે કોઈ તમારો વિરોધ ન કરી શકે, તો તમે હંમેશા સ્વતંત્ર રહેશો. પરંતુ જો તમારી પાસે બધું જ છે પણ તે મનોબળ વિનાતો તમારા બધા શસ્ત્રો અને સંસાધનો નકામા હશે, અને તેના માટે તમારે નેતૃત્વની જરૂર છે. આજે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે દેશમાં આવું નેતૃત્વ છે. એક એવું નેતૃત્વ જેણે 10 વર્ષમાં દેશને જ્યાં હતો ત્યાંથી આગળ લઇ ગયા. દેશને ઝડપી પ્રગતિના માર્ગ પર મૂકી દીધો છે. તેમની પ્રતિબદ્ધતા, તેમની મહેનત અને તેમનું સંપૂર્ણ સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે.


https://x.com/ANI/status/2009864643939054065