android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
NTAએ 2026-27 માટે પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર, JEE Main અને CMATની એક્ઝામ આ તારીખે યોજાશે

calendar_todaySeptember 17, 2026

NTAએ 2026-27 માટે પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર, JEE Main અને CMATની એક્ઝામ આ તારીખે યોજાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું અધિકૃત પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ આગામી દિવસોમાં લેવાનારી વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓ યોગ્ય રીતે કરી શકશે.

JEE Main 2027નું આયોજન જાન્યુઆરીમાં

જાહેરાત કરવામાં આવેલા શિડ્યુલ અનુસાર, એન્જિનિયરિંગ પ્રવેશ માટેની અત્યંત મહત્વપૂર્ણ પરીક્ષા JEE Main 2027 (સત્ર-૧) નું આયોજન જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. આ પરીક્ષા ૨૨ થી ૨૪ જાન્યુઆરી અને ૨૮ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન લેવાશે. જ્યારે મેનેજમેન્ટ અભ્યાસક્રમો માટેની CMAT 2027 પરીક્ષા ૭ ફેબ્રુઆરીએ યોજાવાનું નક્કી કરાયું છે.

શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓની તારીખ જાહેર

આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટેની UGC-NET (ડિસેમ્બર ૨૦૨૬) પરીક્ષા ૧૪ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન યોજાશે. સ્નાતકોત્તર પ્રવેશ માટેની CUET-PG 2027 પરીક્ષા માર્ચ મહિનામાં વિવિધ તારીખો પર લેવામાં આવશે. આ સાથે જ NIFT અને અન્ય પ્રમુખ શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. NTA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ જાહેર કરાયેલી તમામ તારીખો સંભવિત (Tentative) છે અને અનિવાર્ય સંજોગોમાં તેમાં ફેરફાર થઈ શકે છે.


આ પણ વાંચોઃ South Africa: બ્રિક્સથી પાછા ફર્યા બાદ રાષ્ટ્રપતિ રામાફોસા બીમાર! વિદેશ મંત્રાલયે દાવાને ફગાવ્યા