android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Odisha Plane Crash: ઓડિશાના રાઉરકેલામાં પ્લેન દુર્ઘટના, પાયલટ સહિત 7 લોકો હતા પ્લેનમાં

calendar_todayJanuary 10, 2026

Odisha Plane Crash: ઓડિશાના રાઉરકેલામાં પ્લેન દુર્ઘટના, પાયલટ સહિત 7 લોકો હતા પ્લેનમાં

ઓડિશાના રાઉરકેલામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ દુર્ઘટનામાં પાયલટને ઇજા થઇ છે . 9 સીટર વિમાન હતું જેમાં 7 લોકો સવાર હતા.ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.  મળતી માહિતી મુજબ પાયલટ ઇજાગ્રસ્ત થયો છે. 

નાનુ વિમાન ટેક્નિકલ ખામી જણાતા લેન્ડ કરાયું 

ઓડિશામાં રાઉરકેલા હવાઈ પટ્ટીથી લગભગ નવ કિલોમીટર દૂર એક નાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી જણાતા લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે, પરંતુ પાયલોટને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

ભુવનેશ્વરથી રાઉરકેલા જઇ રહ્યું હતું વિમાન 

ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહેલું નવ સીટવાળું વિમાન ટેકઓફ પછી લગભગ 10 કિલોમીટર દૂર ક્રેશ થયું હોવાનું કહેવાય છે. વિમાનમાં ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા, જેમાં કેપ્ટન નવીન કડાંગા અને કેપ્ટન તરુણ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. બધાને બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અચાનક જ પ્લેન નીચે આવી ગયું- પ્રત્યક્ષદર્શી 


ઘટના અંગે નજરે જોનારે જણાવ્યું કે વિમાને નીચે આવતા પહેલા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની કોશિશ કરી. આ કારણે લોકો ડરી ગયા. પ્લેન ઘણુ નીચુ આવી ગયુ હતું. લોકો કહે છે કે આટલુ નીચે પ્લેન તો પહેલા પણ ક્યારેય જોયુ નથી. જોત જોતામાં આગળ જઇને પ્લેન ક્રેશ થઇ ગયું.


વિમાન દુર્ઘટના બાદ, અધિકારીઓ હવે અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે, જેના કારણે પ્રાદેશિક રૂટ પર ઉડ્ડયન સલામતી અંગે ચિંતા વધી રહી છે. જોકે, રહેવાસીઓ માને છે કે નજીકમાં વૃક્ષો હતા, અને જો વિમાન તેમાં ફસાઈ ગયું હોત, તો તે મોટો અકસ્માત સર્જી શક્યું હોત.