android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
One Plus: ભારતમાં OnePlus બંધ થશે? આ અફવા છે કે સત્ય? જાણો CEOનું નિવેદન

calendar_todayJanuary 21, 2026

One Plus: ભારતમાં OnePlus બંધ થશે? આ અફવા છે કે સત્ય? જાણો CEOનું નિવેદન

વન પ્લસને લઇને એક ચર્ચા તેજ બની છે કે આ કંપની બહુ જલદી ભારતમાં પોતાનું કામકાજ બંધ કરી દેશે અને પેરેન્ટ કંપની ઓપ્પો સાથે જોડાઇ જશે. જો કે આ ચર્ચાઓને વન પ્લસ ઇન્ડિયાના સીઇઓએ અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે

ભારતમાં વન પ્લસ કામ કરતી રહેશે 

રોબિન લ્યૂએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ભારતમાં વનપ્લસના ઓપરેશન બંધ થવાની જાણકારી ખોટી રીતે ફેલાઇ રહી છે. તેમમે કહ્યું કે આ વાત તદ્દન રીતે ખોટી છે. ભારતમાં વનપ્લસ પોતાની સર્વિસ ચાલુ જ રાખશે.

કંપનીએ કરી સ્પષ્ટતા 

જેમાં OnePlus તરફથી એક નિવેદન છે. OnePlus એ જણાવ્યું હતું કે તાજેતરના વણચકાસાયેલા અહેવાલો જે દાવો કરે છે કે OnePlus બંધ થઈ રહ્યું છે તે ખોટા છે. OnePlus ઇન્ડિયાના વ્યવસાયિક સંચાલન સામાન્ય રીતે ચાલુ છે.


ઘણા મીડિયા અહેવાલોમાં Android હેડલાઇન્સનો ઉલ્લેખ કરીને અહેવાલ આપવામાં આવ્યો હતો કે OnePlus ટૂંક સમયમાં કામગીરી બંધ કરશે. 2024થી શિપમેન્ટમાં ઘટાડો થયો છે અને ઘણા ઉત્પાદનો રદ કરવામાં આવ્યા છે. વધુમાં યુએસ અને યુરોપ સ્થિત ટીમોનું કદ ઘટાડવામાં આવ્યું છે.

OnePlus ભારતમાં એક લોકપ્રિય બ્રાન્ડ 

OnePlus ભારતમાં એક લોકપ્રિય બ્રાન્ડ છે. તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ખૂબ જ લોકપ્રિય છે. કંપની પાસે ભારતમાં એક મોટો પોર્ટફોલિયો છે, જેમાં ટેબ્લેટ, TWS, સ્માર્ટવોચ અને સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. OnePlus ટીવી અગાઉ ભારતમાં વેચાતા હતા, પરંતુ કંપનીએ તેમને બંધ કરી દીધા છે.

આ કંપનીઓ BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપનો ભાગ 

OnePlus ની પેરેન્ટ કંપની OPPO છે, અને કંપની પોતે ચાઇનીઝ BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ હેઠળ કાર્ય કરે છે. BBK ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપમાં Vivo અને Realme સહિત ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.