android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Padra:જાસપુર લખડીકુઈ ખાતે 1.25 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

calendar_todayJanuary 5, 2026

Padra:જાસપુર લખડીકુઈ ખાતે 1.25 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદે માદક દ્રવ્યોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય SOG પોલીસે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.

પેટ્રોલિંગ દરમ્યાન SOG ટીમને ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે લખડીકુઇ ગામનો ચંદુભાઇ ઝીણાભાઇ જાદવ પોતાના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય નશાકારક માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતો હતો. આ આધારે SOG ટીમે NDPS એક્ટ મુજબ રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન આરોપીના મકાનમાંથી કુલ 1.035 કિલોગ્રામ ગાંજો, 0.220 કિલોગ્રામ ગાંજાના બીજ તેમજ રૂા.100 રોકડ મળી આવી હતી. કબ્જે કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત રૂા.62,850નો કબજે કર્યો હતો. આ બાબતે આરોપી ચંદુ ઝીણા જાદવ, (રહે.લખડીકુઇ, તા.પાદરા)ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી નશા વિરુદ્ધ કડક સંદેશો ગયો છે અને યુવાધનને નશાની લતથી દૂર રાખવાના પ્રયાસોને વેગ મળ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો