android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Pakistan-China રહેશે કંટ્રોલમાં, સરહદ પર પિનાકાની સાતમી રેજિમેન્ટ કરાઈ તૈનાત

calendar_todayMarch 24, 2026

Pakistan-China રહેશે કંટ્રોલમાં, સરહદ પર પિનાકાની સાતમી રેજિમેન્ટ કરાઈ તૈનાત

ભારતીય સેનાએ પોતાના ફાયર પાવરને વધુ મજબૂત કરવા માટે પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર (MBRL)નું સાતમું રેજિમેન્ટ તૈનાત કરી દીધું છે. હવે ભારતીય સેનાની પાસે કૂલ 7 પિનાકા રેજિમેન્ટ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આઠમું રેજિમેન્ટ પણ આ વર્ષના અંત સુધી પુરી રીતે તૈયાર થઈ જશે. આગામી વર્ષે વધુ 2 રેજિમેન્ટ સામેલ થવાની સંભાવના છે, ત્યારબાદ કૂલ સંખ્યા 10 થઈ જશે. સેનાનું લક્ષ્ય 22 પિનાકા રેજિમેન્ટ તૈનાત કરવાનું છે, આ સિસ્ટમે ગયા વર્ષે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની સ્થિતિ ખરાબ કરી દીધી હતી.

પિનાક શું છે અને કેમ છે ખાસ?

પિનાકાને DRDOએ વિકસિત કર્યું છે. જે ભારતની પોતાની મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેનું મુખ્ય કામ દુશ્મનના ઠેકાણાઓને ખુબ જ ઓછા સમયમાં વધારે માત્રામાં રોકેટ છોડવાનું છે. અગાઉના પિનાકાની રેન્જ 40 કિલોમીટર હતી પણ નવી ગાઈડેડ પિનાકા અને લોન્ગ રેન્જ ગાઈડેડ રોકેટ 90 કિલોમીટર સુધી સટીક નિશાનો લગાવી શકે છે. એક સેલ્વોમાં તે 12 રોકેટ માત્ર 44 સેકન્ડમાં છોડી શકે છે.

સેનાનું પોતાની આર્ટિલરી ક્ષમતાને વધારવા પર ખાસ ધ્યાન

પિનાકા રેજિમેન્ટસને ભારત-પાકિસ્તાન સરહદ અને LAC બંને જગ્યા પર તૈનાત કરવામાં આવ્યું છે. ગલવાન સંઘર્ષ બાદ સેનાએ પોતાની આર્ટિલરી ક્ષમતાને વધારવા પર ખાસ ધ્યાન આપ્યું. જેના માટે 2580 કરોડના કરાર હેઠળ ભારત અર્થ મુવર્સ લિમિટેડ હવે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ અને લાર્સન એન્ડ ટુબ્રોને 6 રેજિમેન્ટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. હવે સાતમું રેજિમેન્ટ પણ સરહદ પર તૈનાત થઈ ગયું છે.

સેનાનું લક્ષ્ય છે કે ભવિષ્યમાં પિનાકા તરફથી એડવાન્સ અને લાંબી રેન્જની મિસાઈલ સામેલ કરવામાં આવે, તેનાથી ભારતીય સેનાની ડીપ સ્ટ્રાઈક કેપેબિલિટી ખુબ વધી જશે. વિશેષજ્ઞનું કહેવું છે કે પિનાકા હવે ભારતીય આર્ટિલરીનું બેકબોન બની ચૂક્યું છે.

આ પણ વાંચો : Petrol-Diesel મુદ્દે પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું 'પેનિક ખરીદી કરવાની જરૂર નથી, પુરતો જથ્થો ઉપલબ્ધ'