calendar_todayJanuary 15, 2026
Pakistani Boat : ભારતીય દરિયાઈ સરહદમાં પાકિસ્તાની બોટ 'અલ-મદીના' ઘુસી, કોસ્ટ ગાર્ડે 9 લોકોની કરી ધરપકડ
ભારતીય કોસ્ટ ગાર્ડે અરબ સાગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. ભારતીય દરિયાઈ સરહદનું ઉલ્લંઘન કરીને એક પાકિસ્તાની માછલીઓ પકડનારી બોટને પકડી લીધી છે. રાતના અંધારામાં ચલાવવામાં આવેલા આ સટીક ઓપરેશનમાં 'અલ મદીના' નામની બોટને જપ્ત કરવામાં આવી છે. આ બોટમાં 9 લોકો સવાર હતા, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
બોટમાં સવાર લોકોએ પાકિસ્તાની સરહદ તરફ ભાગવાનો પ્રયત્ન કર્યો
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના 14 જાન્યુઆરી 2026ની છે. ભારતીય કોસ્ટ ગાર્ડના એક જહાજે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ રેખાની પાસે નિયમિત ચેકિંગમાં હતું. આ દરમિયાન ભારતીય સરહદમાં એક શંકાસ્પદ બોટ જોવા મળી. જ્યારે ICGએ બોટને રોકવા માટે ચેતવણી આપી તો તે ઉભા રહેવાની જગ્યાએ પાકિસ્તાની સરહદ તરફ ભાગવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજે ઝડપથી પીછો કરીને બોટને ઘેરી લીધી અને પોતાના કબજામાં લઈ લીધી.
શું હતો ભારતમાં ઘુસવાનો ઉદ્દેશ્ય ?
પકડવામાં આવેલી બોટની ઓળખ અલ મદીના તરીકે થઈ છે અને આ બોટ પર 9 પાકિસ્તાની નાગરિક સવાર હતા. પ્રાથમિક તપાસમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ દ્વારા બોટને ખેંચીને પોરબંદર લાવવામાં આવી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે પોરબંદર પહોંચ્યા બાદ બોટની તપાસ કરવામાં આવશે. તેની સાથે જ પકડવામાં આવેલા 9 લોકોની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ સંયુક્ત પૂછપરછ કરશે, જેથી જાણી શકાય કે તે કયા ઉદ્દેશ્ય માટે ભારતીય બોર્ડરમાં ઘુસ્યા હતા.
આ પણ વાંચો: Jammu Kashmir : પૂંછમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, સેનાએ ગોળીબાર કરીને આપ્યો જવાબ