calendar_todayOctober 14, 2026
Palanpur : નજીક અરાવલી ટ્રેનમાંથી નકલી ટીટી ઝડપાયો
પાલનપુરથી પસાર થઈ રહેલી અરાવલી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં એક શખ્સ ટીટીના ગણવેશમાં સજ્જ થઈ ટ્રેનમાં સવાર મુસાફરોની ટિકિટો ચેક કરી નોટબુકમાં લખાણ લખતો હોવાનું ટ્રેનમાં ફરજ પર તૈનાત આરપીએફના જવાનના ધ્યાનમાં આવતા મુળ સિદ્ધપુર તાલુકાના દેથળી ગામના અને હાલ પાલનપુરના ધણીયાણા ગામે રહેતા એક નકલી ટીટીને ઝડપી પાડી તેના વિરૂદ્ધ રાજ્ય સેવકનો ખોટો હોદ્દો ધારણ કરવા બદલ તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાલનપુરમાં રેલવે પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા પપ્પુસિંહ ધરમસિંહ ગુર્જર ગત તા.13/10/2026 ના રોજ અરાવલી એક્ષપ્રેસ ટ્રેનમાં પાલનપુર રેલવે સ્ટેશન થી અમદાવાદ રેલવે સ્ટેશન સુધી એસ્ક્રોટીંગ પાર્ટીના ઈન્ચાર્જ તરીકે તેમના સાથી જવાનો સાથે ફરજમાં હતા. તે દરમ્યાન ટ્રેનમાં સાંજના સુમારે જનરલ કોંચમાં સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં ટીટી તરીકેની ઓળખાણ આપી મુસાફરોની ટિકિટ ચેક કરી નોટબુકમાં લખાણ લખતો હોવાનું મુસાફરો જણાવતા આરપીએફની ટીમે આ શખ્સની પુછપરછ કરતા તે ભાગવા જતા તેને ઝડપી પાડી આગળ જતા છાપી રેલવે સ્ટેશન પર તેને કારમાં લાવી તેનું નામઠામ પુછતા તેનું નામ રીતુલગીરી રમેશગીરી ગોસ્વામી હાલ રહે. ધનીયાણા, તા.પાલનપુર મુળ રહે.ચૌધરીવાસ, દેથળી, તા.સિધ્ધપુરવાળા હોવાનું જણાવતા તેને ઝડપી પાડી ટ્રેનમાં ટીટીનો ગણવેશ ધારણ કરી રાજ્ય સેવકના હોદ્દાનો દુર ઉપયોગ કરવા બદલ તેની સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો