android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ઊંચકાઈને 0 ડિગ્રી નોંધાયો

calendar_todayJanuary 17, 2026

Palanpur: માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ઊંચકાઈને 0 ડિગ્રી નોંધાયો

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો માયનસમાં રહેતા સહેલાણીઓ ધ્રુંજી ઉઠયા હતા અને એકાએક તાપમાનનો પારો ઉંચકાઈને 0 ડીગ્રી નોંધાતા સહેલાણીઓને ઠંડીમાં આંશિક રાહત મળી છે. માઉન્ટઆબુના સૌથી ઉંચા શિખરમાં તાપમાનનો પારો માયનસ એક ડીગ્રી થતાં સવારના સુમારે પાણીમાં બરફના થર જામી જવાના કારણે ખુલ્લા પાણીમાં રીતસરના બરફના થર જોવા મળે છે. આમ માઉન્ટઆબુમાં છેલ્લા સપ્તાહમાં હાડથીજવતી ઠંડીના પડવાના કારણે જનજીવન ઉપર અસર પડી હતી અને એકાએક તાપમાનનો પારો ઉંચકાઈને 0 ડીગ્રી નોંધાવતા સહેલાણીઓ ઠંડીની મજા માણી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો