android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur : તિરૂપતિ ટાઉનશિપ-1 માં દેશી ઢોલ અને શરણાઈના તાલે ગરબાની જામી ભવ્ય રમઝટ

calendar_todayOctober 21, 2026

Palanpur : તિરૂપતિ ટાઉનશિપ-1 માં દેશી ઢોલ અને શરણાઈના તાલે ગરબાની જામી ભવ્ય રમઝટ

પાલનપુર સ્થિત તિરૂપતિ ટાઉનશિપ ભાગ-1 ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે એક ખાસ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન અને પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખતા દેશી ઢોલ અને શરણાઈના મધુર સુર-તાલ સાથે ખેલૈયાઓએ ગરબાની ભારે રમઝટ બોલાવી હતી. વર્તમાન સમયમાં ડીજે અને આધુનિક મ્યુઝિક સિસ્ટમના યુગ વચ્ચે પણ આપણી પ્રાચીન ગરબા પરંપરા જળવાઈ રહે તે હેતુથી દેશી ઢોલ અને શરણાઈના કલાકારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઢોલના ધબકારા અને શરણાઈની ગુંજ પર સોસાયટીના અબાલ-વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તિરૂપતિ ટાઉનશીપ ભાગ-1 ના રહીશો, બાળાઓ અને મહિલાઓએ પરંપરાગત ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ થઈને ગરબાની રમઝટ માણી હતી. સમગ્ર ટાઉનશીપ પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહસભર વાતાવરણ સર્જાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે સોસાયટીના રહીશો તથા યુવાનોને ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો