android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: અમીરગઢ નજીક કન્ટેનરમાંથી 204 કિલો ગાંજો ઝડપાયો, ચાલકની અટકાયત

calendar_todayFebruary 19, 2026

Palanpur: અમીરગઢ નજીક કન્ટેનરમાંથી 204 કિલો ગાંજો ઝડપાયો, ચાલકની અટકાયત

રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા કન્ટેનશને રોકી અને તલાસી લેતા તેમાંથી રૂા.1 કરોડ ઉપરાંતનો 200 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને કન્ટેનર ચાલક દિપકકુમાર અવધેશરાય અહીર રહે.બલીગાવ,કોજીપરસા, છપરા, બિહારવાળાની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોની અવારનવાર તલાસી લેવામાં આવતી હોય છે. જેમાં કેટલીક વાર પોલીસને મોટી માત્રામાં નશીલા અને માદક પદાર્થો મળી આવતા હોય છે. ત્યારે માવલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે વખતે રાજસ્થાન આબુરોડ રીકો પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. લક્ષ્મણસિંહ ચંપાવત તથા પી.એસ.આઈ. પ્રમોદકુમાર તેમજ તેમના સ્ટાફ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી . તે વખતે રાજસ્થાન બાજુથી આવી રહેલા કન્ટેનર નં. એચઆર 55 એઈ 7370ને રોકવામાં આવતા કન્ટેનરના ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાતા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ગુપ્તખાનામાંથી પ્લાસ્ટિકના કટ્ટામાં સંતાડેલો 204 કિલો 645 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે તેનું વજન કરાવ્યું હતું. જેની કિંમત આશરે રૂા.1 કરોડની કિંમતનો ગાંજો મળી આવતા પોલીસે કન્ટેનર ચાલક દિપકકુમાર અવધેશરાય અહીર રહે.બલીગાવ, કોજીપરસા, છપરા, બિહારવાળાની અટકાયત કરી અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને ગાંજાની હેરાફેરીનું નેટવર્ક અને નશીલા પદાર્થનો કાળો કારોબાર ચલાવતા તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના પગલે બુટલેગરો અને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો