android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur : ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને 250 થી વધુ ઈનામોનું વિતરણ કરાયું

calendar_todayOctober 22, 2026

Palanpur : ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને 250 થી વધુ ઈનામોનું વિતરણ કરાયું

પાલનપુર શહેરની સેવાકીય સંસ્થા ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ દરમ્યાન ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નવ દિવસ દરમ્યાન શહેરના વિવિધ ખાનગી પાર્ટી પ્લોટો અને શેરી ગરબાઓમાં રમતા ખેલૈયાઓને 250 જેટલા વિવિધ આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. જેમાં મા અંબાનું સ્વરૂપ ગણાતી મહિલાઓને નારીશક્તિના ચરિત્ર અને મહત્વ અંગેના પુસ્તકો તથા ભાઈઓને વિવિધ પ્રોત્સાહક ઈનામો ભેટ આપવામાં આવ્યા હતા. આ અંગે ગુરુકૃપા સેવા ટ્રસ્ટના ચેરમેન અને યુવા અગ્રણી જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમ્યાન ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબે રમવા આવતી મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવે તે માટે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થા દ્વારા ગરબા આયોજકોને પણ આ સરાહનીય પહેલ કરવા વિનંતી કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો