android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: સેદ્રાસણ નજીક ટ્રેનની અડફેટે 30થી વધુ ઘેટાના મોત : અકસ્માતથી ડરી ગયેલ માલિકનો કોઈ પત્તો નહી

calendar_todayJanuary 23, 2026

Palanpur: સેદ્રાસણ નજીક ટ્રેનની અડફેટે 30થી વધુ ઘેટાના મોત : અકસ્માતથી ડરી ગયેલ માલિકનો કોઈ પત્તો નહી

પાલનપુર અમદાવાદ રેલ્વે લાઈન પર સેદ્રાસણ નજીક રેલ્વે લાઈન ક્રોસ કરી રહેલ 30થી વધુ ઘેટા ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે.જો કે બનાવ અંગે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો નથી.આમ રેલ્વે સત્તાવાળાઓ દ્વારા પણ આ મામલે કોઈ ફરીયાદ આપેલ નથી.તો બીજી તરફ ઘટાના માલિકનો પણ કોઈ પત્તો મળ્યો ન હતો.

પાલનપુરથી અમદાવાદ તરફના રેલ્વે ટ્રેક પર આવેલ ડીએફસી ટ્રેક પર બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો.જેમાં સુત્રોના જણાવ્યા અનુસાર બપોરે ચાર વાગ્યા આસપાસના સુમારે સેદ્રાસણ નજીકથી પસાર થતી રેલ્વેની નવી લાઈન પર પાટા ક્રોસ કરી રહેલ 30થી વધુ ઘેટા ટ્રેનની અડફેટે આવતા તેમના મોત નપજ્યા હતા. ટ્રેનની સાથે અથડાતા દુર સુધી ફંગોળાઈ જવાના કારણે ઘેટાના મોત થયા હોવાનુ કહેવાય છે.જો કે અકસ્માત સમયે ઘેટા લઈને આવેલ ભરવાડ પણ ત્યાંથી ક્યાંક જતો રહેતા આ ઘેટા કોના હતા.અને તે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા.તે અંગે કોઈ માહીતી મળી શકી ન હતી. આ બાબતે રેલ્વે પોલીસ તેમજ છાપી અને પાલનપુર તાલુકા પોલીસ મથકે પણ કોઈ ફરીયાદ નોંધાઈ ન હતી.આમ ઉપરોક્ત બનાવ બાદ ઘેટાના માલિક ગભરાટના કારણે ક્યાંક નીકળી ગયેલ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો