android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur: ચડોતર પાસે પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આગ, 4 ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

calendar_todayMay 14, 2026

Palanpur: ચડોતર પાસે પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આગ, 4 ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આવેલા એક પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.

શોર્ટ સર્કિટનું અનુમાન

પ્રાથમિક માહિતી અનુસાર, ગોડાઉનમાં આગ લાગવાનું મુખ્ય કારણ વાયરિંગમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિક હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને તેના કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. હાઈવે નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકોના મોટા ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

બે નગરપાલિકાની ટીમો કામે લાગી

આગ એટલી વિકરાળ હતી કે તેની પર કાબૂ મેળવવા માટે પાલનપુર ઉપરાંત ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોની પણ મદદ લેવી પડી હતી. કુલ ૪ જેટલા ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: ઝુંડાલમાં પ્રેમિકાના ક્રૂર કારસાનો ભોગ બન્યો યુવક, મામા-ભાણિયા સાથે મળી તીક્ષ્ણ હથિયારથી ખેલાયો લોહીયાળ ખેલ