android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Palanpur : યુથ ફેસ્ટિવલમાં એમ.એ.પરીખ કોલેજનો ડંકો : 7 પુરસ્કારો સાથે પાલનપુર ઝળહળ્યું

calendar_todayOctober 7, 2026

Palanpur : યુથ ફેસ્ટિવલમાં એમ.એ.પરીખ કોલેજનો ડંકો : 7 પુરસ્કારો સાથે પાલનપુર ઝળહળ્યું

પાલનપુર : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 37માં યુથ ફેસ્ટિવલ-2026માં એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ, પાલનપુરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. વિવિધ ફાઈન આર્ટ્સ અને સંગીત વિભાગની સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓએ કુલ 7 પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. ફાઈન આર્ટ્સ વિભાગમાં ક્લે મોડેલિંગ સ્પર્ધામાં યોગેશ અનિલભાઈ પંચાલે પ્રથમ ક્રમ અને ઓન ધ સ્પોટ પેઈન્ટિંગમાં પરેશ ગલબાભાઈ રાવતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. કાર્ટૂનિંગ સ્પર્ધામાં યોગેશ અનિલભાઈ પંચાલે દ્ધિતીય ક્રમ, જ્યારે પોસ્ટર મેકિંગમાં આકાશકુમાર જસવંતભાઈ પરમારે દ્ધિતીય ક્રમ મેળવ્યો હતો.કોલાજ સ્પર્ધામાં અભયસિંહ રાજેસસિંહ રાજપૂતે તૃતીય ક્રમ મેળવ્યો હતો. સંગીત વિભાગમાં લાઈટ વોકલ(ઈન્ડિયન) સ્પર્ધામાં ડિમ્પલ મહેશકુમાર જાદવે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ગ્રુપ સોંગ (ઈડિયન) સ્પર્ધામાં ડિમ્પલ જાદવ, મયુરકુમાર દરજી, દ્રષ્ટિ નરેશકુમાર દેસાઈ, સરોજબેન જગદીશભાઈ સોલંકી, જતિનકુમાર અશોકભાઈ કુંવરિયા અને રુતુબેન દહ્યાજી ઠાકોરની ટીમે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય, અધ્યાપકગણ અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો