calendar_todayOctober 24, 2026
Palanpur : માલણમાં મુખ્યમંત્રીના હસ્તે PHCનું ઈ-લોકાર્પણ
માલણ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે માલણ ગ્રામ પંચાયતના સરપંચ સોમાજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લખમણભાઈ તીરબંધા તેમજ ગ્રામ પંચાયતની કમિટીના સભ્યો, પીએચસીના મેડીકલ ઓફિસર અને અન્ય તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગામમાં લાંબા સમયથી નવીન પીએચસી ભવન બનાવવાની માંગણી ચાલતી હતી. જેને લઈને સરપંચ સોમાજી ઠાકોર અને યુવા ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિંહ ચૌહાણના સતત પ્રયાસો અને મહેનતના અંતે આખરે મંજૂરી મળતાં આ નવું મકાન બનીને તૈયાર થઈ જતાં તેનું વિધિવત ખુલ્લું મુકવામાં આવ્યું છે જેના કારણે હવે સ્થાનિક ગ્રામજનોને આરોગ્ય ક્ષેત્રે અગાઉ કરતાં વધુ સારી અને અત્યાધુનિક સારવાર-સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો