android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal : જબુગામ-કાંટવા માર્ગ પર અઢી ફૂટ ઊંડા ખાડામાં છકડો ફસાયો

calendar_todayOctober 13, 2026

Panchmahal : જબુગામ-કાંટવા માર્ગ પર અઢી ફૂટ ઊંડા ખાડામાં છકડો ફસાયો

બોડેલી તાલુકાના જબુગામથી કાંટવા તરફ્ જતા માર્ગની હાલત અત્યંત દયનીય બની છે. આશરે 11 કિ.મી લાંબા આ માર્ગ પર ઠેર-ઠેર અઢીથી ત્રણ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી જતાં વાહનચાલકો માટે અવરજવર જોખમી બની છે. ખાસ કરીને થ્રી-વ્હીલર અને નાના ફોર-વ્હીલર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગની આ બદતર હાલતને કારણે વાહનો ખાડામાં ફ્સાવા તેમજ વાહનોનાં ચેમ્બર તૂટી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં ન આવતાં સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. માર્ગની દુર્દશાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાંબુઘોડાથી પાણીના જગ ભરીને બુમડી તરફ્ જઈ રહેલો અતુલ શક્તિ છકડો રસ્તા પર પડેલા ઊંડા ખાડામાં ફ્સાઈ ગયો હતો. છકડાને બહાર કાઢવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અંતે છકડામાં ભરેલા પાણીના જગ ખાલી કર્યા બાદ મહામહેનતે તેને બહાર કઢાયો હતો. આ ઘટનાએ માર્ગની બિસ્માર હાલત અને વાહન ચાલકોની મુશ્કેલીઓની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો