android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal:બ્રહ્મલીન રાજર્ષિ મુનિના આશ્રમમાં 13 ઇટાલીયન સાધકોની પધરામણી

calendar_todayJanuary 5, 2026

Panchmahal:બ્રહ્મલીન રાજર્ષિ મુનિના આશ્રમમાં 13 ઇટાલીયન સાધકોની પધરામણી

કાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યોગધામ મલાવ ખાતે બ્રહ્મલીન યોગઋષિ કૃપાલ્વાનંદ મહારાજના આધ્યાત્મિક વારસાને અનુસરતા ચતુર્થ કુલગુરુ બ્રહ્મલીન રાજર્ષિ મુનિ વર્ષ 2022 માં બ્રહ્મલીન થયાના ત્રીજા વર્ષે જ સુક્ષ્મ ઉપસ્થિતને અનુલક્ષીને કૃપાલુ આશ્રમના પરિસરમાં વૈદિક ધરોહરના કુંજમાં નવનિર્મિત દિવ્યાતનના સાનિધ્યમાં તાજેતરમાં યોગસાધના માટે ઇટાલીયન સાધકોની પધરામણી થઈ હતી. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગ અને પ્રાણાયામ અંગે બ્રહ્મલીન યોગગુરુ રાજર્ષિ મુનિના આમૂલ દર્શન માટે દેશ વિદેશના લાખો અનુયાયીઓ જોડાયેલા છે.

જે અનુસંધાને તાજેતરમાં 13 ઈટાલીયન સાધકો આગામી દસ દિવસ યોગગુરુ રાજર્ષિ મુનિના આશ્રમના સાનિધ્યમાં આવ્યા હતા. મલાવ આશ્રમની મુલાકાત દરમ્યાન બ્રહ્મલીન યોગગુરુ રાજર્ષિ મુનિના દિવ્યાતનમાં વિદેશી સાધકો ભાવવિભોર બની ગયા હતાં. ઉલ્લેખનીય છે કે પુર્વે રાજર્ષિ મુનિના હસ્તે એક ઈટાલીયન સાધકે દિક્ષા લીધી હતી. જેના પરિપાક સ્વરૂપે આજે વધુ 12 સાધકો ભારતીય સંસ્કૃતિના મહેમાન બનીને યોગાભ્યાસ અને યોગસાધનામાં જોડાયા હતા. મલાવધામ ખાતે ઉપસ્થિત વિદેશી મહેમાનો અંગે કૃપાલુ આશ્રમના સંચાલકોએ ઈટાલીયન વિદેશી મહેમાનો આગામી દસ દિવસ મલાવ ખાતે રાજર્ષિ મુનિના આશ્રમ સ્થિત દિવ્યાતનના સાનિધ્યમાં યોગ સાધના કરશે. તદ્ઉપરાંત મલાવ આસપાસની શાળાઓની મુલાકાત લઈ બાળકો સાથે સાનિધ્ય કેળવીને ભારતીય સંસ્કૃતિ, કલા અને વિચારોનું દર્શન કરશે તેવું જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો