android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahalમાં પૂર વચ્ચે જિંદગીની જીત! કરાડ નદીમાં તણાયેલા 2 શખ્સોનું દિલધડક રેસ્ક્યુ

calendar_todayJune 19, 2026

Panchmahalમાં પૂર વચ્ચે જિંદગીની જીત! કરાડ નદીમાં તણાયેલા 2 શખ્સોનું દિલધડક રેસ્ક્યુ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી એક અત્યંત શ્વાસ અધ્ધર કરી દેનારી ઘટના સામે આવી છે. કાલોલના બાકરોલ ગામ પાસેથી પસાર થતી કરાડ નદીમાં અચાનક પાણીની ભારે આવક થતાં નદીનું સ્તર એકાએક વધી ગયું હતું. આ સમયે બાકરોલ ગામ નજીક કરાડ નદી પર બ્રિજ (પુલ) બનાવવાની કામગીરી ચાલી રહી હતી. નદીના પટમાં કામ કરી રહેલું એક જેસીબી (JCB) મશીન પાણીના જોરદાર પ્રવાહમાં જોતજોતામાં ડૂબી ગયું હતું, જેને કારણે જેસીબીના ઓપરેટર અને એક સ્થાનિક નાગરિક સહિત બે વ્યક્તિઓ નદીના વહેણમાં અધવચ્ચે ફસાઈ ગયા હતા.

ગોધરાથી ફાયર ફાઇટરની ટીમો બોલાવાઈ

અચાનક ધસમસતા આવેલા પૂરના પાણીમાં જેસીબી આખું ડૂબી જતાં બંને વ્યક્તિઓએ જીવ બચાવવા માટે ત્યાં નિર્માણ પામી રહેલા બ્રિજના પીલરના લોખંડના સળિયા પકડી લીધા હતા. કલાકો સુધી બંને શખ્સો સળિયાના સહારે મોત સામે ઝઝૂમતા રહ્યા હતા. આ ભયાવહ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી સફળતા મળી ન હતી. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને કાલોલ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ધારાસભ્ય અને સાંસદ ઘટનાસ્થળે પહોંચ્યા

ટોચના પદાધિકારીઓ અને પ્રશાસનની હાજરીમાં ગોધરા અને આસપાસની ફાયર ફાઇટરની ટીમોને તાત્કાલિક બચાવ કામગીરી માટે બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આધુનિક સાધનો સાથે નદીમાં ફસાયેલા બંને યુવાનોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે, વહીવટી તંત્રની સતર્કતા અને નદીના પાણીના સ્તરમાં થોડો ઘટાડો થતાં જ ફાયરની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને બંને વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી લીધા હતા. બંનેનો આબાદ બચાવ થતાં વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો