android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal : ઇકો કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

calendar_todayNovember 5, 2026

Panchmahal : ઇકો કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મોરવા હડફથી સંતરામપુર જવાના હાઇવે પર આગરવાડા ગામ નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. ત્રણેય મૃતકો મોરવા હડફ તાલુકાના ડોળી ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઇકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર

મળતી માહિતી મુજબ, મોરવા હડફથી સંતરામપુર તરફ જતા હાઇવે પર આગરવાડા ગામ નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ભયાનક ટક્કરના પગલે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.

3 યુવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા

અકસ્માતમાં બાઈક સવાર 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકો મોરવા હડફ તાલુકાના ડોળી ગામના હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. એકસાથે 3 યુવાનોના મોતના સમાચારથી પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

મોરવા હડફ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ

અકસ્મતની જાણ થતાં મોરવા હડફ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો :   Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ