calendar_todayMarch 27, 2026
PANCHMAHAL: શહેરા ટાઉનહોલ ખાતે ICDS દ્વારા નારી સંમેલન યોજાયું
શહેરા: શહેરા તાલુકા પંચાયત કચેરી હસ્તકની આઈસીડીએસ શાખા દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠકના અધ્યક્ષ સ્થાને ભવ્ય નારી સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ જિગ્નેશભાઈ પાઠક, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનભાઇ પટેલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, સી.ડી.પી.ઓ. સુમનબેન પટેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિ કલ્પનાબેન સહિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ઉપસ્થિત અગ્રણી મહિલાઓ તથા મહાનુભાવોએ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, ત્યારે તેમના કાનૂની અધિકારોની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. અભયમ ટીમે મહિલા સુરક્ષા અને મદદ મેળવવાની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam