android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal News: પાવાગઢ જનારા યાત્રાળુઓ માટે મોટા સમાચાર, 6 દિવસ સુધી રોપ-વે સેવા રહેશે બંધ, જાણો ક્યારથી થશે શરૂ

calendar_todayFebruary 12, 2026

Panchmahal News: પાવાગઢ જનારા યાત્રાળુઓ માટે મોટા સમાચાર, 6 દિવસ સુધી રોપ-વે સેવા રહેશે બંધ, જાણો ક્યારથી થશે શરૂ

પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ ખાતે આગામી દિવસોમાં રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષા અને ટેકનિકલ ચકાસણીના ભાગરૂપે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ભક્તોએ દર્શન માટે પગપાળા જવું પડશે.

16 થી 21 ફેબ્રુઆરી સુધી સેવા બંધ

પાવાગઢ રોપ-વેનું સંચાલન કરતી કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તારીખ 16 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરી સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ 6 દિવસ દરમિયાન રોપ-વેના વાયર, ટ્રોલી અને અન્ય ટેકનિકલ પાસાઓનું જીવવટભર્યું નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવશે. દર વર્ષે નિયત સમયે સુરક્ષાના કારણોસર આ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવે છે.

પગપાળા જવું પડશે

પાવાગઢ રોપ-વે સેવા બંધ રહેવાના કારણે વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી શકે છે, કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે હવે પગથિયાં ચઢીને જવું પડશે. જોકે, આ મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ એટલે કે 22 ફેબ્રુઆરીથી રોપ-વે સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

યાત્રાળુઓને અપીલ

પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને રોપ-વે વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ દિવસો દરમિયાન પોતાની યાત્રાનું આયોજન મેન્ટેનન્સના સમયગાળાને ધ્યાનમાં રાખીને કરે. ખાસ કરીને જે લોકો રોપ-વેના ભરોસે દર્શન માટે આવતા હોય તેમણે આ 6 દિવસની મુદત ખાસ નોંધી લેવી.


આ પણ વાંચો -  પાવાગઢ પ્રવાસમાં કાળમુખી દુર્ઘટના, નર્મદા કેનાલમાં ડૂબેલા બે શિક્ષકો પૈકી એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી