calendar_todayJanuary 18, 2026
Panchmahal News : પંચમહાલમાં નાયબ કાર્યપાલ ઈજનેર સ્નેહલ શાહ પાસે 74.99% અપ્રમાણસર મિલકત મળતા ACBએ નોંધી ફરિયાદ
આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.3 ગોધરા વર્ગ-2 વિરૂધ્ધ રૂ.33,73,301/- (74.99 %)ની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી પંચમહાલ એ.સી.બી. પોલીસ.
આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ
આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.3 ગોધરા વર્ગ-2 નાઓએ પોતાની ફરજ કાર્યકાળ દરમ્યાન તા.૦૧/૦૪/૨૦૦૪ થી તા.૩૧/૦૩/૨૦૧૫ સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂ.૩૩,૭૩,૩૦૧/-(અંકે તેત્રીસ લાખ તોત્તેર હજાર ત્રણસો એક રૂપીયા) ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે પોતાની ફરજ કાર્યકાળ દરમ્યાન ગેરકાયદેસર ઇરાદાપુર્વક તેમજ વિવિધ પ્રકારની રીતરસમો અપનાવી, સમૃધ્ધ બની, ગુનાહીત ગેરવર્તણુંક આચરી, અપ્રમાણસર મિલકતનો ગુનો આચરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જણાય આવેલ.
સરકાર તરફી ફરિયાદ કરવામાં આવી
જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં +૭૪.૯૯ % જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે. આરોપી સ્નેહલકુમાર જશવંતલાલ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩ ગોધરા વર્ગ-૨ નાઓ વિરૂધ્ધ સરકાર તરફે ફરીયાદ આપતા પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે.ગોધરા ગુ.ર.નં.૦૨/૨૦૨૬ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઇ) તથા ૧૩(૨) સાથે વાચતા સુધારા અધિનિયમ ૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨)મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
સરકારી અધિકારી લાંચ માગે તો 1064 પર ફોન કરી જાણ કરો
સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારીઓ દવારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/ કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ૧૦૬૪, ફોન નંબર ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ફેક્સ નંબર ૦૭૯-૨૨૮૬૬૭૭૨, ઇ-મેઇલ cr-acb-ahd@gujarat.gov.in, મોબાઇલ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.