android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Panchmahal: કાલોલના PSIનો વય નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો

calendar_todayMay 1, 2026

Panchmahal: કાલોલના PSIનો વય નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો

કાલોલ પોલીસ મથકે ફરજ બજાવતા PSI એલ.એ. પરમાર પોલીસ ખાતામાં 35 વર્ષની લાંબી સેવા બજાવી વય નિવૃત્ત થતા હોઈ પોલીસ મથકના પ્રાંગણમાં ગઈકાલે બુધવારે સાંજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં પી.આઈ આર.ડી. ભરવાડ તથા બે PSI અને પોલીસ સ્ટાફ સાથે એલ.એ.પરમારના પરિવાર સહિત સગા સંબધીઓ હાજર રહ્યા હતા. પી.આઈ આર.ડી. ભરવાડે તેમની સેવાઓ બિરદાવી નિવૃત્તિ બાદ શેષ જીવન પરિવાર સાથે સુખમય અને તંદુરસ્તી ભર્યું બને તેવી શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડીને બુકે આપી સન્માન કર્યું હતુ. PSI એલએ પરમારે ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો