calendar_todayJanuary 1, 2026
Patan: ધરવડી ગામે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું, 1.60 લાખની ચોરી કરી
રાધનપુર તાલુકાના ધરવડી ગામે પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો સોના ચાંદી તેમજ રોકડ રકમની કુલ 1.60 લાખના મતાની ચોરી કરી ચોરટાઓ તેજ ઘડીએ રફુ ચક્કર થઈ ગયા હતા જે બનાવે રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
શિયાળાની શરૂઆત થતા ની સાથે જ ઠંડીના ચમકારામાં તસ્કરોએ પોતાના કળા નો કસબ અજમાવવાની શરૂઆત કરી નાખી છે. રાધનપુર તાલુકાના ધરવડી ગામે રહેતા ની.ઠાકોર સવજીભાઈ રાઘાભાઈ ગતરોજ રાત્રિના સમયે ઘર બંધ કરીને ઓસરીમાં પરિવાર સાથે સુતા હતા. અને તેવા સમયે તસ્કરોએ અંધારાનો અને એકલતાનો લાભ લઈને ઘરની પાછળના ભાગેની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.અને ઘરમાં રહેલ પતરાંની પેટીમાંથી સોના ચાંદીના મળી રૂ. 1.10 લાખ તેમજ રોકડા રૂપિયા 50 ,000 લઈ ને તેજ ઘડી એ રફુચક્કર થઈ ગયા હતા. આમ વહેલી સવારે ઘર માલિક સવજીભાઈ જાગી ને ખેતરે જવા નીકળ્યા હતા અને તેવા સમયે ઘર ની પાછળ જતા ઘરની પાછળ ની બારી તૂટેલ હાલતમાં જોતા ની સાથે જ તેવો તાત્કાલિક પોતાના દીકરા અને પરિવાર ને જગાડી ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવી ઘરનું બારણું ખોલાવ્યું હતું ત્યારે ઘરમાં તમામ સમાન વેર વિખેર જોવા મળ્યો હતો અને ઘરમાં રહેલ પેટીઓ તૂટેલ હાલતમાં જોવા મળતા તેઓએ તેજ ઘડીએ રાધનપુર પોલીસને જાણ કરી ઘર માલિકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો