calendar_todayApril 5, 2026
Patan: 11 પાટણ પાટણમાં દાગીના ધોવા આવેલા બે ઠગોને રહીશોએ મેથીપાક ચખાડયો
પાટણ શહેરમાં એક સોસાયટીમાં દાગીના ધોવાના બહાને ફરતા બે શંકાસ્પદ વ્યક્તિઓને લોકોએ પકડી અને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા હતા. જે બાદ પાટણ એલસીબી પોલીસે હસ્તગત કરી વધુ તપાસ માટે પાટણ એ ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી પોલીસ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. પાટણ શહેરમાં આવેલી જયવીર નગર સોસાયટી વિસ્તારમાં બે વ્યક્તિઓ ફરી રહ્યા હતા અને લોકોના દાગીના ધોવાનું પૂછતા હોવાથી ત્યાંના સ્થાનિક રહીશોને શંકા જતાં તેમણે બંને વ્યક્તિઓને ઝડપી પાડી અને શંકા જણાતાં મેથીપાક ચખાડયો હતો. જ્યારે આ બાબતની જાણ પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચને થતા પોલીસ દોડી આવી હતી અને બંનેને પાટણ એલસીબી ઓફ્સિે લઈ ગયા બાદ વધુ તપાસ માટે પાટણ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાવવા પામી ન હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam