calendar_todayJanuary 8, 2026
Patan: વધુ એક વખત 111 ચાઈનીઝ દોરીની ફીરકીઓ ઝડપાઈ
પાટણમાંથી વધું એક વખત ચાઈનીઝ દોરીની ફીરકીઓના જથ્થા સાથે એક શખ્સ પાટણ એ ડિવિઝન પોલીસની ઝપટે ચડી જતાં પોલીસે ચાઈનીઝ દોરીની 111 નંગ ફીરકીઓ કબજે કરી કાયદેસટ્વરની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જે કોડીયાતર સહિતના પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના પદ્મનાથ ચોકડીથી ફ્લ્ટિર હાઉસ આવતાં કેનાલ રોડ પરની સાઈડમાં આવેલી ઝાડીઓમાંથી હિતેશકુમાર ખત્રી નામના શખ્સને ઝડપી પાડયો હતો અને તેની તપાસ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ 111 નંગના 2 કાર્ટુન કિંમત રૂ. 27,750 ની મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો