android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: જિલ્લામાં ઠંડીનો ચમકારો : લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાતાં લોકો ઠૂંઠવાયા

calendar_todayJanuary 2, 2026

Patan: જિલ્લામાં ઠંડીનો ચમકારો : લઘુતમ તાપમાન 12 ડિગ્રી નોંધાતાં લોકો ઠૂંઠવાયા

પાટણ શહેર સહિત જીલ્લાભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે કારણ કે જ્યારે ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી રહેવાની નોંધાયું હતું. વહેલી સવારે ફુંકાતા ઠંડા પવનોના કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ થતાં જીલ્લાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા તો કેટલાક લોકો ગુલાબી ઠંડીની મજા લેવા સ્વેટર અને જેકેટ પહેરીને મોર્નિંગ અને ઈવનીંગ વૉક કરતા નજરે ચડયા હતા.

પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બે દિવસ અગાઉ વરસેલા કમોસમી વરસાદ બાદ આખરે આકાશમાંથી વાદળો વિખેરાઈ જતાં જીલ્લાભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડા પવનો ફૂંકાતાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડીગ્રી સેલ્શિયસનો ઘટાડો નોંધાતાં નાના બાળકોને ઠંડીથી બચાવવા માટે વાલીઓ ગરમ કપડાં, સ્વેટર અને ટોપીઓની ખરીદી કરી રહ્યા છે. પાટણના મુખ્ય બજારમાં ફૂટપાથ પર નાના વેપારીઓએ બાળકોના વસ્ત્ર્રોની હાટડીઓ લગાવી છે, જ્યાં મોટા શોરૂમ કરતાં પ્રમાણમાં સસ્તા ભાવે ગરમ કપડાં મળી રહ્યા છે. યુવાનો અને યુવતીઓ તેમની પસંદગી મુજબની ડિઝાઇનના ગરમ સ્વેટર અને ટોપીઓ ખરીદવા માટે શોરૂમમાં ધસારો કરી રહ્યા છે. વાલીઓ બાળકોને ઠંડીથી બચાવવા ગરમ વસ્ત્ર્રોની સાથે શરદી અને ખાંસી પ્રતિરોધક આહાર પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છે. ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વહેલી સવારે મોર્નિંગ વોક અને કસરત કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. જાહેર માર્ગો અને સોસાયટીના ખુલ્લા પ્લોટમાં મહિલાઓ, યુવતીઓ, યુવાનો, વૃદ્ધો અને બાળકો યોગા, પ્રાણાયામ અને કસરત કરતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો