android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: સિદ્ધપુરના સેદ્રાણા ગામેથી આયશર ટ્રકમાં ખીચોખીચ ભરેલ 14 પશુઓ મુક્ત કરાયા

calendar_todayMarch 31, 2026

Patan: સિદ્ધપુરના સેદ્રાણા ગામેથી આયશર ટ્રકમાં ખીચોખીચ ભરેલ 14 પશુઓ મુક્ત કરાયા

સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામે એક આઈશર ટ્રકમાં ખીચોખીચ પશુઓ ભરેલી હાલતમાં ઉભેલું હોવાની જાણ કાકોશી 112 પોલીસ વાનને કરતાં પોલીસે સ્થળ પર પહોંચી આઈશર ટ્રકનો કબજો મેળવી તમામ 14 જેટલા પશુઓને નાગવાસણા પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. આ અંગે કાકોશી પોલીસ સ્ટેશનના એએસાઈએ આયશર ચાલક વિરુદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસની 112 વાનને વર્ધી મળી હતી કે કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલા સેદ્રાણા ગામે આવેલ સાત લીંબડીવાળી જગ્યા પર એક લાલ કલરનું આયશર ટ્રક ઉભેલી છે. જેના આધારે પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતાં આઈશર ટ્રકમાં ખીચોખીચ રીતે કોઈ પણ પ્રકારની ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વગર રૂ. 1.40 લાખની કિંમતના 14 જેટલા પશુઓ ભરેલા હોવાથી પોલીસે તમામ પશુઓને નાગવાસણા પાંજરાપોળમાં મોકલી આપી રૂ.10 લાખની કિંમતનું આઈશર ટ્રક કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો