calendar_todayJanuary 7, 2026
Patan: સિદ્ધપુર નગરપાલિકાને 16.56 લાખ નફો થયો
સિદ્ધપુર ખાતે થોડા સમય પહેલાં યોજાયેલ મીની કુંભ સમાન સાત દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મહામેળામાં સિદ્ધપુર નગરપાલિકાને ઈતિહાસમાં પ્રથમ વખત શાસક પક્ષના નેતૃત્વમાં નફો મળતા સિદ્ધપુરના વિકાસમાં વધું સહભાગી બનશે. પાલીકા દ્વારા દર વર્ષે મેળે દરમિયાન હંગામી પ્લોટો માટે હરાજી કરવામાં આવતી હતી પરંતુ તાજેતરમાં યોજાયેલ મેળામાં સૌ પ્રથમ વખત ટેન્ડર પ્રક્રિયા રાખવામાં આવતાં પાલીકાને કુલ 92.12 લાખની આવક થવા પામી હતી જેમાંથી રૂ. 75.55 લાખનો ખર્ચ થતાં સિદ્ધપુર નગરપાલિકાના ફળે રૂ. 16.56 લાખ ચોખ્ખો નફો થવા પામ્યો હતો. સિદ્ધપુર ખાતે દર વર્ષની પરંપરા મુજબ યોજાતાં કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન પાલીકા દ્વારા મેળામાં ખાણીપીણીના સ્ટોલ સહિત મનોરંજન સંબંધિત જગ્યાઓ માટે પ્લોટો ફાળવવામાં આવતાં હોય છે જે અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા હરાજી પ્રથા મુજબ આપવામાં આવતાં હતાં પરંતુ ચાલું વર્ષે યોજાયેલ મેળામાં નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન મહેશભાઈ પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે, ચીફ ઓફિસર કૃપેશ પટેલ, રમતગમત અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશ રાજ્યગુરુના નેતૃત્વમાં ટેન્ડર પ્રક્રિયા રાખવામાં આવી હતી અને ઊંચા ભાવના ટેન્ડર મળ્યા હતા. જેને પરિણામે સિદ્ધપુર નગરપાલિકાને મેળા દરમિયાન રૂ. 92.12 લાખની આવક થવા પામી હતી.જેમાથી પાલીકા દ્વારા સાફ્સફાઈ, સીસીટીવી કેમેરા, પાણીની સુવિધા, લાઈટ તથા બે દિવસ સુધી લાઈવ ડાયરા પ્રોગ્રામ સહિતના ખર્ચ પટે 75.55 લાખની જાવક થતાં હવે સિદ્ધપુર નગરપાલિકાના ફળે રૂ.16.56 લાખનો ચોખ્ખો નફો રહેવા પામતાં હવે સિદ્ધપુરના વિકાસ માટે થયેલ નફાની રકમ પણ સહયોગી બનશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો